બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના કેસમાં 225 વિદ્યાર્થીઓ નિર્દોષ જાહેર: પાંચનું પરિણામ રદ્દ

Gujarat | Ahmedabad | 18 May, 2024 | 12:50 PM
538 છાત્રો પકડાયા હતા: 203 પુરક પરીક્ષાને પાત્ર
સાંજ સમાચાર

અમદાવાદ,તા.18
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા.

રાજયમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપીકેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ધો.10 અને 12 બન્નેમાં થઈને 225, વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને ગંભીર ગુનામાં ઝડપાયેલા 5 વિદ્યાર્થીઓનું પરીણામ રદ કરી દેવામાં આવ્યું છે.

ધોરણ 10ની પરીક્ષામાં 538 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા, જેમાંથી 203 વિદ્યાર્થીઓને સીસીટીવી ચકાસણીના આધારે દોષમૂકત કરી દેવામાં આવ્યા છે. આ સિવાય 204 વિદ્યાર્થીઓને જે તે વિષય બાકાત રાખી પુરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા છે જયારે 3 વિદ્યાર્થીઓ એવા છે જે જેમનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે.

જોકે 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ મોબાઈલ લઈને પરીક્ષામાં બેઠા હતા. અથવા ડમી ઉમેદવાર બેસાડયા હતા, તેઓ બે વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં.  ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 238 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા જેમાંથી સીસીટીવીના આધારે 22 વિદ્યાર્થીઓનો, દોષમુકત કરાયા છે.

આ સિવાય 203 વિદ્યાર્થીને બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા છે. ત્યારે ધોરણ 12માં ગેરરીતિ કરનાર 2 વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે. ગંભીર ગુનામાં 6 વિદ્યાર્થીઓ બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે. જો વાત કરીએ સાયન્સ પ્રવાહની તો ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 19 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા.

જેમાંથી 1 વિદ્યાર્થીને સીસીટીવીના આધારે દોષમુકત કરાયો છે. આ સિવાય 12 વિદ્યાર્થીઓને પુરક પરીક્ષાને પાત્ર ઠેરવાયા છે અને 4 વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરી દેવામાં આવ્યું છે. ગંભીર ગુનામાં 3 વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપવાની સજા આપવામાં આવી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj