ડેટા મીસમેચ! સ્ટેટ જીએસટીની સેંકડો કરદાતાઓને 24 થી 54 પાનાની ‘લાંબી લચક’ નોટીસ

Gujarat | Rajkot | 23 April, 2024 | 04:11 PM
વેપાર-ઉદ્યોગકારોમાં જબરો દેકારો: કોઈ જાતનાં વેરીફીકેશન વિના સીધી કોમ્પ્યુટર જનરેટેડ નોટીસો જ ફટકારાતા કચવાટ
સાંજ સમાચાર

રાજકોટ,તા.23
કરદાતાઓની પરેશાનીનો કોઈ અંત ન હોય તેમ જીએસટી વિભાગે ‘મીસમેચ’ની સેંકડો નોટીસો ઈસ્યુ કરતાં વેપાર-ઉદ્યોગકારોમાં દેકારો બોલી ગયો છે. ચાર વર્ષ પૂર્વેનાં નાણાંકીય વ્યવહારો-હિસાબોની આ નોટીસો કોમ્પ્યુટર જનરેટેડ છે અને વેરીફીકેશન કર્યા વિના જ આડેધડ ઈસ્યુ કરી દેવામાં આવતા કરદાતાઓમાં આક્રોશ છે.

કરવેરા વિભાગનાં સૂત્રોએ કહ્યું કે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ચાર દિવસ પૂર્વે સેંકડો પ્રિ-શોકોઝ નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે અને તેમાં ખુલાસો કરવા માટે આઠથી દસ દિવસનો સમય આપવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ શ્રેણીબદ્ધ ખુલાસાઓ માંગવામાં આવ્યા છે.

ઈવે બીલ ઉપરાંત જીએસટીઆર-1 તથા જીએસટીઆર-9 ના ડેટામાં વિસંગતતા જીએસટીઆર-3બી જીએસટીઆરએનાં મીસમેચ ડેટા જેવા મુદાઓનો તેમાં ઉલ્લેખ કરીને ખુલાસાઓ માંગવામાં આવ્યા છે.

રાજકોટનાં કરવેરા સલાહકારે કહ્યું કે, ચાર વર્ષ જુના વ્યવહારોની નોટીસો હવે કાઢવામાં આવી છે. એટલુ જ નહિં જવાબ માટે 8-10 દિવસ જ અપાયા છે.જુના રેકર્ડ ઉથલાવવા, ડેટા સંગ્રહીત કરવા, તેના પુરાવા એકત્રીત કરવા તથા તેના આધારે જવાબ આપવામાં સમયગાળો ઘણો ઓછો છે એટલુ જ નહિં નોટીસો પણ આડેધડ રીતે આપવામાં આવી છે.

ઈનપુટ ટેકસ ક્રેડીટ મેળવી જ ન હોય તેવા કરદાતાને પણ આઈટીસીની નોટીસો આપવામાં આવી છે. અર્થાત કોઈપણ જાતના ફીઝીકલ વેરીફીકેશન વિના જ કોમ્પ્યુટર જનરેટેડ નોટીસો મોકલાવી દેવામાં આવી છે.

નાના-મોટા સેંકડો વેપારી-ઉદ્યોગકારો કરદાતાઓમાં આ પ્રકારની આડેધડ નોટીસોથી ફફડાટ ફેલાયો છે.54-54 પાનાની નોટીસોથી અનેક કરદાતાઓ તો રીતસર હેબતાઈ જ ગયા છે અને પોતપોતાનાં કરવેરા સલાહકારો સમક્ષ દોડધામ શરૂ કરી દીધી છે.

સુત્રોના કહેવા પ્રમાણે થોડા વખત પૂર્વે પણ હજારો કરદાતાઓને જુદા જુદા મુદ્દે નોટીસ ફટકારવામાં આવી હતી તેનો નિકાલ આવે તે પૂર્વે જ નવી લાંબીલચક નોટીસોથી ફફડાટ ઉભો થયો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj