અમદાવાદ : બ્રેઈન સ્ટ્રોક, એક એવી સ્થિતિ છે જેમાં લોહી જામી જાય છે અથવા રક્તવાહિની ફાટી જાય છે જેનાથી મગજમાં લોહીનો પ્રવાહ ખોરવાઈ જાય છે. જે ભારતમાં દર એક લાખ વ્યક્તિએ આશરે 105 થી 152 વ્યક્તિઓને અસર કરે છે.
વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ડો.જયરાજ પાંડિયનએ જણાવ્યું હતું કે, કુલ કેસોમાંથી લગભગ 25 ટકા અથવા દર ચારમાંથી એક કિસ્સામાં 45 વર્ષથી ઓછી વયનાં દર્દીઓનો સમાવેશ થાય છે.
ડો.પાંડિયન ’સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર્સ: ફ્રોમ મિકેનિઝમ્સ ટુ મેડિસિન’ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી સ્ટ્રોકનું પ્રમાણ વધી રહ્યું છે, અને સંકેતો અને લક્ષણો અંગે વધેલી જાગૃતિને કારણે વધુ કેસો નોંધાઈ રહ્યાં છે.
તેમણે કહ્યું કે "આજે, વધુ દર્દીઓ હોસ્પિટલોમાં પહોંચી રહ્યાં છે અને સારવાર લઈ રહ્યા છે. પરંતુ ચિંતાજનક પરિબળ એ છે કે દર ચારમાંથી એક દર્દી 45 વર્ષથી ઓછી ઉંમરનો છે, "તેમણે જણાવ્યું કે "જો સમયસર સારવાર ન કરવામાં આવે, તો સ્ટ્રોક લાંબાગાળાની અપંગતા તરફ દોરી શકે છે." તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં, ખાસ કરીને કોલકાતા અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં, વસ્તી-આધારિત સ્ટ્રોકના કેસોમાં વધારો થયો છે.
લુધિયાણા સ્થિત ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો.પાંડિયનએ કહ્યું હતું કે, "સ્ટ્રોકની લગભગ 90 ટકા ઘટનાઓ અટકાવી શકાય તેવી છે અને તેથી અમે લોકોને તેમનાં બ્લડ પ્રેશર અને બ્લડ સુગરના સ્તર પર નજર રાખવાની અને તેને અંકુશમાં રાખવાની સલાહ આપીએ છીએ.
ચંડિગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના પ્રોફેસર ધીરજ ખુરાનાએ જણાવ્યું હતું કે ગુજરાત સહિત ભારતનાં અનેક રાજ્યોમાં સ્ટ્રોકના કેસોની ઓળખ માટે ચિકિત્સકો અને પેરામેડિકલ સ્ટાફને શિક્ષિત કરવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. દર્દીઓને પહેલી કલાકમાં સારવાર મળે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે મોટી હોસ્પિટલમાં ઘણી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો સમયસર ઉપયોગ કરવાથી ગાઠો ઓગાળી શકાય છે અને વ્યક્તિને સ્ટ્રોકની અસરોથી બચાવી શકાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy