ઉના,તા.4
ગીરગઢડાનાં ધોકડવા ગામે એક હજાર જેટલી કરોડો રૂપિયા ની ગૌચરની અને સરકારી ખરાબાની જમીનમાં ફળદ્રુપ આંબાવાડી મકાનો ખેતીવિષયક પાકો વાળી ને દબાણો કરી લેતાં આ દબાણો દૂર કરવા તમામ કાનુની પ્રકિયા પુણ કરી ગત તા 2 ડીસેમ્બર સવાર થી ગૌચર નાં દબાણો હટાવવા ની કામગીરી જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા નાં માર્ગદર્શન હેઠળ ઊના પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા મામલતદાર જી કે વાળાં તાલુકા પંચાયત નાં વિકાસ અધિકારી ત્રિવેદી સહીત મોટો અધિકારી અને પોલીસ કાફલો સ્થળ પર હાજર રહીને 100 વિધા જમીન ખુલ્લી કરાવેલ હતી અને બીજાં દિવસે પણ 90 વિધા જમીન 6 જેસીબી ટ્રેકટરો મજુરો રાખી દબાવો હટાવી દેતાં ગાયો નું ગૌચર ખુલ્લું કરી કરોડો રૂપિયા ની જમીન ખાલી કરાવેલ હતું અને પશુપાલકો ને પોતાનાં ઢોર આ ખુલ્લી કરાયેલી જગ્યા પર ચરાવવા છુટ આપતાં પશુપાલન વ્યવસાય કરતાં માલધારી ઓ માં ખુશી ફેલાઈ ગઈ છે.
બીજા દિવસે ધોકડવા ગામે ચાલતીમેધાડીમોલેશન ની કામગીરી જાતે નિહાળવા જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા તેમજ નાયબ ડીડીઓ પાલ ઊના પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા સહિત અધિકારીઓ નો કાફલો પહોંચ્યો હતો કલેકટર આવતાં મોટી સંખ્યામાં લોકો જોવાં રોડ ઉપર ઊમટી પડ્યા હતા આ દબાણ સ્થળે માલધારી અને નાનાં ગરીબ વર્ગ નાં લોકો રજુઆત માટે આવતાં જીલ્લા કલેકટર એ તમામ ને સાંભળી ને ખાત્રિ આપેલ કે ધોકડવા ગામે ગૌચરની 1000 વિધા જમીન પર દબાણો કરાયાં છે તે સંપૂર્ણ પણે ત્રણ ચાર દિવસ માં ખુલ્લા કરાવી ઢોર ને ચરાવવા માલધારી પશુપાલકો ને છુટ આપી હતી.
તેમજ હાલ સરકારી જમીન અને ગૌચરની જમીન પર મકાનો તેમજ અન્ય દબાણો થયાં છે તેને વૈકલ્પિક વ્યવસ્થા માટે ગામતળ માં જગ્યા હશે ત્યાં 100 વાર નો પ્લોટ ફાળવવામાં આવશે તેમજ નહીં હોય તો નવું ગામતળ એક માસ માં મંજુર કરી ને દરેક દબાણ કરનાર ને રાહત પ્લોટ ની ફાળવણી કરી તેનાં પર બાંધકામ કરવાં સરકાર ની જે યોજના લાગું પડતી હશે તેનો લાભ આપી સહાય કરાશે વિજળી પાણી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે આ બાબતે પ્રાન્ત અધિકારી ચિરાગ હિરવાણીયા ને એક માસ ની અંદર કાર્યવાહી પુરી કરવાં સ્થળ પર આદેશ કર્યો હતો.
હાલમાં ધોકડવા ગામે 5 હજાર જેટલાં માલઢોર હોવાનાં કારણે ખુલ્યું કરાયેલ ગૌ ચરણ માં ચરાવવા છૂટ આપતાં પશુપાલકો માં ખુશી વ્યાપી ગઈ છે. બે દિવસ દરમિયાન તંત્ર દ્વારા 257 વિધા 285 કરોડ ની અંદાજીત કીંમત ની જમીન ખુલ્લી કરાયેલ છે આ દબાણ માં કાચાં ઝુંપડા પાકાં મકાનો બાંધીને રહેતાં 181 દેવીપૂજક સમાજ નાં લોકો ને જમીન પ્લોટ ફાળવણી કરીને પૂન વસવાટ કરાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy