રાજકોટ, તા.20
સૌરાષ્ટ્ર યુનિ. જુદા-જુદા 29 અનુસ્નાતક ભવનો મારફત વિષયના પેપર-2ની નિ:શુલ્ક તાલીમ વિદ્યાર્થીઓને મળી રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ અને કુલસચિવના માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી અને 29 અનુસ્નાતક ભવનોના વડાઓ તથા અધ્યાપકોએ છેલ્લા ઘણા વર્ષોથી કમર કસી વધારાના કલાકો કાર્ય કરી વિદ્યાર્થીઓને અધ્યાપક થવા માટે જરૂરી પરીક્ષા માટે માર્ગદર્શન આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓ પણ અધ્યાપકોના આ અમૂલ્ય પરિશ્રમને પ્રોત્સાહિત કરતા હોય તેમ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દર વર્ષે નેટ તથા જીસેટ પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર યુનિ.ને પરિણામમાં પ્રથમ ક્રમે મૂકી સૌરાષ્ટ્ર યુનિ.નો ડંકો વગાડી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિ. વિદ્યાર્થીઓને ડિગ્રીની સાથે સરકારી નોકરીના સ્વપ્નને સાકાર કરવા ગતિપથ છે.
સાથે-સાથે ગુજરાત રાજ્ય સરકાર મારફત પણ વિદ્યાર્થીલક્ષી કેરિયર કાઉન્સેલીંગની સૌરાષ્ટ્ર યુનિ.ની પ્રવૃત્તિઓને અનુદાન મારફત પ્રોત્સાહિત કરેલ છે અને સી.સી.ડી.સી. સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યની નોંધ લઇ તાજેતરમાં જ દાખલ કરાયેલ યુનિ. કોમન એક્ટમાં પણ દરેક યુનિ.માં સી.સી.ડી.સી. પ્રકારની પ્રવૃત્તિઓને ફરજિયાત કરાયેલ છે.
તાજેતરમાં એમ.એસ. યુનિ., વડોદરા મારફત લેવાતી યુ.જી.સી. એપ્રુડ ગુજરાત સ્ટેટ એલિજીબીલીટી ટેસ્ટ પરીક્ષા કે જે કોલેજ તેમજ યુનિ.માં અધ્યાપક થવા માટે જરૂરી છે .
તે યુજીસી રેગ્યુલેશન 2009, 2016 અને 2022 મુજબ દર વર્ષે ગુજરાત રાજ્યમાં યોજાય છે તેમાં હજારોની સંખ્યામાં છાત્રો પરીક્ષા આપે છે અને દેશની ટોપમોસ્ટ પરીક્ષામાં જેની ગણતરી થાય છે તેમાં સૌરાષ્ટ્ર યુનિ.ના નેટ-સ્લેટ કોચીંગ સેન્ટરના 14 અને વિવિધ ભવનો જેવા કે માનવ અધિકાર ભવનના 01, ઇતિહાસ ભવનનાં 06, અર્થશાસ્ત્ર ભવનના 06 એમ કુલ 27 છાત્રોએ જીસેટ પરીક્ષા પાસ કરી સૌરાષ્ટ્ર યુનિ.ના અભ્યાસક્રમ તેમજ તાલીમને પુરસ્કૃત કરેલ છે.
નેટ પરીક્ષા સફળતાપૂર્વક ઉત્તીર્ણ છાત્રોને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ઉત્પલ જોશી, કુલસચિવ આર.જી. પરમાર, સીસીડીસીના સંયોજક પ્રોફેસર નિકેશભાઇ શાહ, સૌ.યુનિ.ના અનુસ્નાતક ભવનના વડાઓ અને યુનિ.ના સૌ અધ્યાપકો તથા નેટ-સ્લેટ કોચિંગના સર્વ સુમિતભાઇ મહેતા, ચિરાગ તલાટીયા, દીપ્તીબેન ભલાણી છાત્રોને અભિનંદન પાઠવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy