સંતશ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા રવિવારે 28મો સમૂહ લગ્નોત્સવનું આયોજન

Local | Rajkot | 28 February, 2024 | 04:54 PM
બાર નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે: સંતો-અગ્રણીઓની ઉપસ્થિતિ
સાંજ સમાચાર

રાજકોટ તા.28
 

 રાજકોટ ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ- રાજકોટ દ્વારા આયોજીત 28મો સંત વેલનાથ સમુહ લગ્નોત્સવ તા.2જીના સવારે 7-30 કલાકે રેસકોર્સ ગ્રાઉન્ડ, બહુમાળી ભવનની સામે રાજકોટ ખાતે આયોજીત કરવામાં આવેલ છે.

 આ પ્રસંગે 12 જેટલા નવયુગલો જોડાઈ રહ્યા છે. જેમાં ક્ધયાઓને શુકનની વસ્તુઓ ઉપરાંત સોના, ચાંદી, કબાટ, બેડ, ગાદલા, વાસણો, ઘરવખરીની તમામ વસ્તુઓની ભેટ આપવામાં આવશે અને સંતો, મહાનુભાવો દ્વારા પ્રેરણાત્મક સંસ્કારનો કરીયાવર કરવામાં આવશે. સાથે સાથે ભાતીગળ સંસ્કૃતિના લગ્નગીતોની પરંપરાને ઉજાગર કરશે.

 આ સમુહ લગ્નોત્સવમાં સંતશ્રી પ.પુ. રામદાસબાપુ, પ.પુ. સાયનાથબાપુ, શ્રી સુંદરનાથ બાપુ, મનુ ભગત, વાઘજી ભગત તથા સમારંભના અધ્યક્ષ ધર્મેશભાઈ જંજવાડીયા (પ્રદેશ પ્રમુખ ગુજરાત ચુંવાણીયા કોળી સમાજ) સમારોહના ઉદઘાટક દેવજીભાઈ ફતેપરા (પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર) વિરજીભાઈ સનુરા, બાબુભાઈ ઉધરેજા, દિનેશભાઈ મકવાણા વગેરે પધારશે.

 આ પ્રસંગે ડો. મહેન્દ્ર મુંજપરા, કેન્દ્રીય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પરસોતમભાઈ સાબરીયા, જગદીશભાઈ ઠાકોર, પરસોતમભાઈ સોલંકી, મનુભાઈ આહુંદરા, ગોરધનભાઈ જાખેલીયા, હરેશભાઈ પરસોડા (એડવોકેટ-નોટરી), મનીષભાઈ બાળોન્દ્રા (સીએ) જીજ્ઞેશભાઈ માલકીયા (એડવોકેટ), શામજીભાઈ ડાભી, વેલજીભાઈ બાળોન્દ્રા, રવજીભાઈ બાળોન્દ્રા રમેશભાઈ ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, ભરતભાઈ ડાભી, ભરતભાઈ બાળોન્દ્રા, બેચરભાઈ ડાભી, હિતેશભાઈ ઠાકોર સહિતના બહાનુભાવો ઉપસ્થિત રહેશે.
 

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમુહલગ્નની આયોજક સમિતી, કાર્યાલય સમિતી, ભોજન વ્યવસ્થા સમિતી, કરીયાવર સમિતી, સુશોભન સમિતી, મંડપ સમિતી, પાણી-છાસ વ્યવસ્થા સમિતી જહેમત ઉઠાવી રહ્યા છે. ચુંવાળીયા કોળી વિદ્યાર્થી ભુવન અને બોર્ડીંગ- રાજકોટના માનદ્ મંત્રી લક્ષ્મણભાઈ વાવેસાએ જણાવેલ છે.

 ‘સાંજ સમાચાર’ કાર્યાલય પર માહિતી આપવા મનસુખભાઈ વાઘેલા, ભરતભાઈ ડાભી, ગંગારામભાઈ ડાભી, દેવાંગભાઈ કુકાવા, બ્રિજેશભાઈ આહુદરા, કુંવરજીભાઈ ભખોડીયા, કમલેશભાઈ સાધરીયા, લક્ષ્મણભાઈ વાવેસા વગેરે આવેલા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj