જામનગર જિલ્લાના 295 ગામો પાણી માટે જૂથ યોજનાને આધિન

Local | Jamnagar | 17 April, 2024 | 02:41 PM
ગત વર્ષે ચોમાસું ભરપૂર રહેતા તમામ ડેમો ઓવરફલો થયા હોવાથી આ ઉનાળો આકરો નહીં લાગે: જામનગર શહેરમાં જુલાઇ સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
સાંજ સમાચાર

જામનગર તા.17: જામનગર જિલ્લામાં ગત ચોમાસાના સારા વરસાદને કારણે હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ સ્થળે પાણીના ટેન્કરો ચાલુ કરવા પડયા નથી. ગામડાઓને નર્મદાની લાઈન અને ડેમો આધારિત જુથ યોજનામાંથી અને ગ્રામ પંચાયતોના સ્વતંત્ર સોર્સમાંથી પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. છતાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા આગામી દિવસોમાં પીવાનાં પાણીની સમશ્યા ન થાય તે માટે  વ્યવસ્થા તૈયાર રાખી છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પાણી પુરવઠા વિભાગ દ્વારા સસોઈ, ઉંડ, આજી, મોરબી-માળીયા-જોડીયા, ખીજડીયા, પન્ના, કાલાવડ અને લાલપુર એમ નવ જુથ યોજનાઓમાં આવરી લઈને પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. ગામડાઓને પાણી પુરું પાડવા માટે જામનગર જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા સસોઈ ડેમમાંથી દૈનિક 5 એમએલડી, ઉંડ-1 ડેમમાંથી દૈનિક 145 એમએલડી અને આજી-3 ડેમમાંથી દૈનિક 4 એમએલડી પાણી મેળવવામાં આવે છે. જિલ્લાની દૈનિક જરૂરીયાત 73 મીલીયન લીટર ડેન્સિટી હોવાથી બાકીનું, પ5 એમએલડી પાણી નર્મદાની લાઈનમાંથી મેળવવામાં આવે છે. 

જુથ યોજનાઓની તાલુકા દીઠ વાત કરીએ તો જામનગર તાલુકાના જૂથ યોજનામાં સમાવિષ્ટ 98 ગામોમાંથી 76 ગામો જુથ યોજના દ્વારા અને 22 ગામો બોર-કુવાના સ્વતંત્ર સોર્સમાંથી, લાલપુર તાલુકાના જુથ યોજનામાં સમાવિષ્ટ 73 ગામોમાંથી 58 જુથ યોજના દ્વારા અને 15 સ્વતંત્ર સોર્સમાંથી, ધ્રોલ તાલુકાના જુથ યોજનામાં સમાવિષ્ટ 41 ગામો પૈકી 33 જુથ યોજનામાંથી અને 8 સ્વતંત્ર સોર્સમાંથી, જોડીયા તાલુકાના 38 ગામોમાંથી 31 જુથ યોજનામાંથી અને 7 સ્વતંત્ર સોર્સમાંથી,. કાલાવડના જૂથ યોજનામાં સમાવિષ્ટ 98 ગામીમાંથી 68 જુથ યોજનામાંથી અને 36 સ્વતંત્ર સોર્સમાંથી તેમજ જામજોધપુરના જુલ યોજનામાં સમાવિષ્ટ 98 ગામોમાંથી 29 જુલ યોજનામાંથી અને બાકીના 40 સ્વતંત્ર સોર્સમાંથી પાણી મેળવી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સિક્કા અને પ્રોલ એમ જિલ્લાની બે નગરપાલિકાઓને નર્મદાનું પાણી પુરું પાડવામાં આજે છે, જ્યારે કાલાવડ નગરપાલિકા બાલંભડી ડેમમાંથી અને જામજોધપુર ન.પા. ફુલઝર કોટડા બાવીસી ડેમમાંથી પાણી મેળવી જળ વિતરણ કરે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj