મતદાન વધારવાના ભરચકક પ્રયત્નો છતાં વાસ્તવિકતા વિપરીત

પ્રથમ તબકકામાં 3 ટકા ઓછુ મતદાન: ચૂંટણી પંચ ચિંતીત

India, Politics, Lok Sabha Election 2024 | 22 April, 2024 | 11:26 AM
હવે બાકીના તબકકામાં મતદાન વધારવા માટે નવી રણનીતિ: 2019 માં 69.2 ટકા મતદાન સામે આ વખતે 66 ટકા નોંધાયુ
સાંજ સમાચાર

નવી દિલ્હી,તા.22
દેશમાં લોકસભાની પ્રથમ તબકકાની 102 બેઠકોની ચૂંટણીમાં મતદાન 2019 ની સરખામણીએ ત્રણ ટકા ઓછુ થતા ચૂંટણી પંચ ચોંકી ઉઠયુ છે. હવે બાકીનાં છ તબકકામાં મતદાન વધે તે માટે નવી રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીમાં 21 રાજયોની 102 બેઠકો પર 19 એપ્રિલે મતદાન યોજાયુ હતું જે 2019 કરતા ત્રણ ટકા ઓછુ હતું. છેલ્લામાં છેલ્લા આંકડા મુજબ સરેરાશ 66 ટકા મતદાન રહ્યું છે. અંતરીયાળ ભાગોનાં આંકડા મોડા આવતા હોવાના કારણોસર હજુ 0.1 થી 0.2 ટકાની વૃધ્ધિ શકય છે છતા 2019 માં આ 102 બેઠકો પર સરેરાશ 69.2 ટકા મત પડયા હતા અને તેના કરતાં આ વખતે મતદાન ત્રણ ટકા જેટલુ ઓછુ રહ્યું છે.

ચૂંટણી પંચના સુત્રોએ કહ્યું કે 2019 કરતા પણ વધુ મતદાન થાય તેવા ચૂંટણી પંચનાં પ્રયત્નો હતા. પરંતુ હકીકતમાં મતદાનમાં ઘટાડો થવાની ચિંતા છે. મતદારોમાં ઉત્સાહ જણાયો હતો પરંતુ મત આપવા મતદાન મથક સુધી જવાનું ટાળ્યુ હોવાની છાપ છે.મતદાન વધારવા ચૂંટણી પંચે ભરચકક પ્રયત્નો કર્યા જ હતા. સેલીબ્રીટીઓને એમ્બેસેડર બનાવીને મતદાનની અપીલ ક્રિકેટ બોર્ડ સાથે સહયોગ મેળવીને આઈપીએલ દરમ્યાન પ્રચાર, મતદાન બુથો પર અનેકવિધ સુવિધા, મતદાન જાગૃતિનાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો જેવા અનેક કદમ ઉઠાવાયા હતા. છતા તે ટુંકા પડયા છે.

ચૂંટણી પંચના સુત્રોના કહેવા પ્રમાણે ઓછા મતદાન પાછળ આકરા ઉનાળાની તીવ્ર ગરમી હોઈ શકે છે. ઉપરાંત લગ્નગાળો તથા કેટલાંક ક્ષેત્રોમાં તહેવારોનું પણ કારણ છે. પ્રથમ તબકકામાં મતદાન ઓછુ થતા હવે તેમાં વધારે કરાવવા માટે ચૂંટણી પંચ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. ચૂંટણીનો બીજો તબકકો 26 એપ્રિલે છે અને તેમાં મતદાન ઓછુ ન રહે તે માટે વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj