રૂ।.500ની લાંચમાં ક્લાર્ક ઘનશ્યામ પંડ્યાને 3 વર્ષની કેદ

Crime | Rajkot | 23 February, 2024 | 05:16 PM
આરોપી ઘનશ્યામ પેઢી નોંધણી ખાતામાં બહુમાળી ભવન ખાતે ફરજ બજાવતો : પોતાની પત્નીએ ફરીયાદીને ઉછીના આપેલ નાણા પરત કર્યાનો બચાવ નકારતી ખાસ અદાલત
સાંજ સમાચાર

રાજકોટ, તા.23
રજીસ્ટ્રાર ઓફ ફર્મસ ઓફિસમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ કાંતિલાલ પંડયા (ઉ.વ.55) ને અરજદાર ફરીયાદી પાસેથી પેઢીની નોંધણી કરી આપવા પેટે લીધેલ રૂા. 500ની લાંચના ગુના સબબ ખાસ ખાસ અદાલતના જજ બી. બી. જાદવે 3 વર્ષની સખત કેદની સજા અને રૂા.15,000 નો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકીકત મુજબ ઘનશ્યામ પંડયા વર્ષ 2010 માં રજીસ્ટ્રાર ઓફ ફર્મસની બહુમાળી ભવન ખાતેની ઓફિસમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. ફરીયાદીએ પોતાની ભાગીદારી પેઢીનું નામ રજીસ્ટર કરાવવા માટે અરજી આપેલ હતી.  જે અરજીનો નિકાલ કરવા લાંચ માંગી હતી. અને ટ્રેપમાં આરોપી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ જણાવેલ હતુ કે, કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ કોઈ પણ આરોપી પોતાનો જે બચાવ પ્રથમથી મુકે, તે બચાવ અંત સુધી સ્થાયી રહેવો જોઈએ, જે આ કેસમાં થયેલ નથી.

આ ઉપરાંત આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે ફરીયાદીએ આરોપીના પત્ની પાસેથી રૂા. 500 ઉછીના લીધેલ હતા તે પૈસા આરોપીને પરત આપવામાં આવેલ હતા અને લાંચની રકમ નહોતી. આ સબંધે સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ કે આરોપીના પત્નીએ રૂા. 500 ફરીયાદીને ઉછીના આપેલ હતા તે સાબીત કરવા માટે આરોપી કે તેમના પત્નીએ સોગંદ ઉપર જુબાની આપેલ નથી.

આ ઉપરાંત ફરીયાદી ટ્રેપના દિવસ પહેલા આરોપીના પત્નીને ઓળખતા હતા તેવી કોઈ હકીકત આરોપીએ જણાવેલ નથી. બચાવ તદન ખોટો અને બનાવટી છે તેમ માની ખાસ અદાલતે આરોપીને લાંચ સ્વિકાર્યા બદલ 3 વર્ષની સખત કેદની સજા અને રૂા. 15,000નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj