રાજકોટ તા.30
રાજકોટ જિલ્લાની મતદાર યાદીમાંથી 300 જેટલા ડુપ્લીકેટ નામો રદ કરવામાં આવેલ છે. રાજય ચૂંટણી પંચના આદેશના પગલે જિલ્લા ચૂંટરી તંત્ર દ્વારા 15 દિવસના ટુંકાગાળામાં જ આ ડુપ્લીકેટ નામો શોધી તેને રદ કરવામાં આવેલ છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં મતદાર યાદીમાંથી ડુપ્લીકેટ નામો રદ કરવા માટે ખાસ અભિયાન છેડવામાં આવેલ છે. જે અંતર્ગત રાજય ચરૂંટણી પંચના આદેશ મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીમાંથી ડુપ્લીકેટ નામો શોધી કાઢવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
જેમાં 15 દિવસમાં જ મતદાર યાદીમાંથી તાબડબોબ 300 ડુપ્લીકેટ નામો શોધી કાઢી તેને રદ કરવામાં આવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે મતદાતાઓ માટે આધાર નંબર ઉપલબ્દ કરાવવો સંપૂર્ણપણે સ્વૈચ્છીક રહેશે. આ અંગેની જાણકારી ચૂંટણી તંત્રના અધિકારીઓને આપવી જરૂરી નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy