નૌકાદળ, એનસીબી તથા એટીએસના સંયુકત ઓપરેશનમાં ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો કેફી પદાર્થનો જથ્થો પકડાયો

પોરબંદરના દરિયામાંથી પકડાયેલું 3300 કિલો ડ્રગ્સ તામિલનાડુ ઉતારવાનું હતું : નવો ખુલાસો

Gujarat, Crime | Porbandar | 28 February, 2024 | 04:09 PM
◙ પકડાયેલા ડ્રગ્સમાં 3089 કિલો ચરસ, 158 કિલો મેથાફેટામાઇન તથા 25 કિલો અફીણ : નેવીના સર્વેલન્સ એરક્રાફટની બાતમી પરથી નૌકાદળના જહાજે બોટને આંતરીને ડ્રગ્સ પકડયું
સાંજ સમાચાર

◙ બોટમાંથી પાંચ શખ્સો ઝડપાયા : ડ્રગ્સનો જથ્થો અને પાંચેયને પોરબંદર લવાયા : તપાસનીસ એજન્સીઓ દ્વારા ઉંડી પુછતાછ : અનેક ચોંકાવનારા ખુલાસા થવાના એંધાણ

પોરબંદર, તા.28
વેરાવળ નજીકથી પકડાયેલા 350 કરોડના ડ્રગ્સની હજુ શાહી સુકાઇ નથી ત્યાં હવે પોરબંદરના દરિયામાંથી 3300 કિલો ડ્રગ્સ મળી આવતા ખળભળાટ સર્જાયો છે. ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પકડાયેલા કેફી પદાર્થોનો પકડાયેલો આ સૌથી મોટો જથ્થો છે. ભારતીય નૌકાદળ, ડ્રગ્સ વિરોધી બ્યુરો અને ગુજરાત એટીએસના સંયુકત ઓપરેશનમાં એક બોટમાંથી આ જથ્થો પકડવામાં આવ્યો હતો અને બોટમાંથી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. 

ભારતીય નેવી દ્વારા સત્તાવાર રીતે નિવેદનમાં એમ કહેવાયુ છે કે, પોરબંદર નજીકથી પકડાયેલું 3300 કિલો ડ્રગ્સ  અત્યાર સુધીનું સૌથી મોટુ છે. પકડાયેલા કેફી પદાર્થોમાં 3089 કિલો ચરસ, 1પ8 કિલો મેથાફેટામાઇન અને રપ કિલો અફીણ હોવાનું બહાર આવ્યું છે. એક કિલો ચરસની કિંમત 7 કરોડ રૂપિયા જેવી ગણવામાં આવે છે.

આ ડ્રગ્સ અફઘાનીસ્તાનના બંદરથી ચડાવવામાં આવ્યું હતું અને ભારતના તામિલનાડુના બંદરેથી ઘુસાડવામાં આવનાર હતું પરંતુ તે પૂર્વે પોરબંદરના દરિયામાંથી આ જંગી જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. ભારતીય નેવીએ આ નિવેદનમાં જણાવ્યું છે કે નૌકાદળ તથા  એનસીબીના સંયુકત ઓપરેશને આ જથ્થો પકડવામાં આવ્યો હતો.

એજન્સીઓ દ્વારા કેફી પદાર્થો ભરેલી બોટને આંતરવામાં આવી હતી અને તલાસીમાં ડ્રગ્સનો ઢગલો મળી આવ્યો હતો. બોટમાંથી પકડાયેલા પાંચ શખ્સોને તપાસનીશ એજન્સીને સોંપી દેવામાં આવ્યા છે. 

ગુજરાત એટીએસના સુત્રોએ જણાવ્યું હતું કે, પોરબંદરના દરિયામાં અરબી સમુદ્ર નજીકની આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ  બોર્ડર નજીક આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.  નેવીના રીપોર્ટ પ્રમાણે નૌકાદળના સર્વેલન્સ એરક્રાફટને પોરબંદરના દરિયામાં બોટની શંકાસ્પદ હિલચાલ નજરે પડી હતી અને તેના પગલે નૌકાદળના જહાજને તે દિશામાં ડાયવર્ટ કરી બોર્ડને આંતરવામાં આવી હતી. જથ્થાની દ્રષ્ટિએ ભારતમાં પકડાયેલો આ સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો છે. 

પોરબંદરના દરિયામાંથી પકડાયેલા ડ્રગ્સની ગુણવતા અને કિંમત વિશે હજુ ગણતરી કરવામાં આવી રહ્યાના નિર્દેશ છે. રૂા. ર000થી 3000 કરોડનો જથ્થો હોવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે. આ બોટમાં પાંચ શખ્સો સવાર હતા તેઓની ધરપકડ કરવામાં આવી છે. અને પોરબંદરમાં ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી રહી છે.

પાંચેય શખ્સોને ગુપ્ત સ્થળે લઇ જવામાં આવ્યા છે અને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતુ સહિતના મુદ્દાઓ પર તપાસ આગળ વધારવામાં આવી રહી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj