(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા )મોરબી તા 30
મોરબીના વજેપર વિસ્તાર શેરી નં-11 માં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 37 બોટલો મળી આવી હતી જેથી 15,050 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો ચક્રો ગતિમાન કર્યા છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વજેપર શેરી નં-11 માં રહેતા હાર્દિક ગજરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની મોટી 19 તથા નાની 18 આમ કુલ મળીને 37 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 15,050 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાર્દિક ઉર્ફે મદન પ્રભુભાઇ ગજરા રહે.
વજેપર શેરી નં-11 મોરબી વાળો ઘરે હાજર ન હોવાથી હાલમાં તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દેશી દારૂ સાથે પકડાયો
મોરબીના લાતી પ્લોટ જોન્સનગર શેરી નં-12 ના નાકા પાસેથી પસાર થઈ રહેલ સ્કૂટર નંબર જીજે 36 એઇ 6277 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્કૂટર ઉપર જઈ રહેલ શખ્સ પાસેથી 90 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 18,000 રૂપિયાની કિંમતનો દારૂ તથા 25,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 43 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અને આરોપી અફઝલ મુબારકભાઈ પઠાણ (19) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો તેને હુસેનભાઇ ખોડ રહે.
જોન્સનગર વાળા પાસેથી મેળવ્યો હોય બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે આવ્યું છે અને બીજા આરોપીને પકડવા માટે તકલીફ ચાલી રહી છેઅને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy