મુસાફરોની માંગણીનો ‘સાંજ સમાચાર’નાં માધ્યમથી પડઘો પડ્યો

4.89 કરોડનાં ખર્ચે પ્લેટફોર્મ નં.4 જૂનનાં અંત સુધીમાં સંપૂર્ણ તૈયાર થવાની શકયતા: 12 સેકશનનો કવર શેડ બનશે

Local | Rajkot | 20 April, 2024 | 03:50 PM
નવા એક મોડયુલર ટોયલેટ સાથે લીફટની પણ સુવિધા: હાલના દિવસોમાં ટ્રેનના આગમન પૂર્વે ઈન્ડીકેટરની ગાઈડલાઈન મુજબ તડાકામાં ઉભા રહેતા મુસાફરોની મુશ્કેલીઓનો અંત લાવવા રેલવે તંત્રનાં પ્રયાસો
સાંજ સમાચાર

રાજકોટ,તા.19

રાજકોટ રેલવે સ્ટેશન (જં)માં પ્લેટફોર્મ નં.4માં અપુરતી સુવિધાઓને કારણે ભરઉનાળામાં તડકામાં તપતા મુસાફરો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.ત્યારે મુસાફરોને સારી સુવિધા આપવા રેલવે તંત્રએ આ પ્લેટફોર્મ નં.4ને સુવિધાજનક બનાવવા રૂ।.89 કરોડનાં કામો વધુ ગતિશિલ બંને તેવા પ્રયાસો હાથ ધરતા પ્લેટફોર્મ નં.4 આગામી જૂન માસ સુધીમાં સંપૂર્ણ તૈયાર થનાર હોવાનું રેલવેના આધારભૂત સુત્રોએ જણાવ્યું છે.

રેલવે સ્ટેશન (જં)માં પ્લેટફોર્મ નં.4માં શિયાળો, ઉનાળુ, ચોમાસુ ઋતુમાં ખુલ્લા આકાશ નીચે ઉભા રહેતા મુસાફરીની સુવિધા માટે આગામી જુન માસ સુધીમાં 16.10 મીટરના એવા 12 સેકશનનો વિશાળ કવર શેડ તૈયાર થતાં મુસાફરોને મુશ્કેલીનો અંત આવશે. આ સાથે એક નવુ મોડયુસર ટોયલેટની સુવિધા ઉપલબ્ધ થશે ટ્રેનોમાં પાણી ભરવા માટેની પાણીની પાઈપ, ટયુબની સુવિધા, કવર શેડના તમામ સેકશનમાં લાઈટ, પાણી, પંખા, બેસવાના બાકડા, સ્ટોલ, ડીસ્પ્લે ઈન્ડીકેટર સહિતની સુવિધા ઉપલબ્ધ થનાર છે.
 

હાલમાં પ્લેટફોર્મ નં.4 ઉપર 960 સ્વેકટ મીટરના કવર શેડ સાથે ઈન્ડીકેટર કાર્યરત કરાયા છે. એક તરફ જ શૌચાલયની વ્યવસ્થા છે. આ પ્લેટફોર્મ પર હાલ અપ-ડાઉન ટ્રેનોનું આગમન પ્રસ્થાન શરૂ છે.

પ્લેટફોર્મ નં.4માં મુસાફરોને પડતી તમામ અગવડતાઓ દુર કરવા રેલવે તંત્રએ પ્રયાસ હાથ ધર્યા છે. જૂન સુધીમાં કવર શેડનું કામ પૂર્ણ થતા જ મુસાફરોની સુવિધામાં વધારો થશે.ઉનાળુ વેકેશનની રજાઓને ધ્યાને લઈ રેલ્વે તંત્રએ અન્ય રાજયોની જોડતી લાંબા અંતરની સ્પે.ટ્રેનોની ટ્રીપ દોડાવી મુસાફરોની રેલ યાત્રા સુદ્રઢ આરામ દાયક બનાવવા પ્રયાસો હાથ ધર્યા છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj