સુરત,તા.20
ગુજરાતમાં મહિલાઓ તો ઠીક, બાળકીઓ પણ સલામત નથી. મહિલાઓ પર દુષ્કર્મના બનાવો અવારનવાર બહાર આવે છે. છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ વાસના ભૂષ્યા વરુઓનો શિકાર બની રહી છે.આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે જેમાં એક આઘેડે 4 વર્ષની બાળકી પર નજર બગાડી તેને વહાલ કરવાનું નાટક કરી પોતાની ઝુંપડીમાં લઈ જઈને પીખી નાંખી હતી.
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક ચકચારી ઘટના સામે આવી છે. એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી ઘરઆંગણે રમી રહી હતી, ત્યારે 45 વર્ષના શખ્સે બાળકી સાથે વહાલનું નાટક કરી તેને ઉઠાવી લીધી હતી. તેણે વહાલનું નાટક કરી બાળકીને ઊંચકી લીધી હતી અને અડધો કિ.મી દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે પોતાની કાળાં કરતૂત કરી માસૂમ બાળકીને પીંખી નાખી હતી. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો.
એક કલાક બાદ બાળકી રડતી રડતી ઘરે આવતા પરિવારે તપાસ કરતાં બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું. પોતાની બાળકીની સ્થિતિ જોઈને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
આ ઘટનાને લઇને પરિવારજન તરત કડોદરા જીઆઈડીસી પોલીસમથક ખાતે દોડી ગયા હતા. ઘટનાને ગંભીરતાથી લઇને કડોદરા જીઆઈડીસી પોલીસ સાથે-સાથે સુરત જિલ્લા એલસીબીની ટીમ પણ તપાસના જોડાઈ હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી તેની કડક પૂછપરછ હાથ ધરી છે.
વાલીઓ પોતાનાં બાળકોને ઘરની બહાર રમતાં મૂકવામાં ડરી રહ્યા છે ધોળા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરુને લઇને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે. હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાનાં બાળકોને રમતાં મૂકવામાં પણ ડરી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. સ્થાનિક રહીશો પોતાનાં બાળકોને ઘરની બહાર રમવા મોકલતા ડરી રહ્યા છે.
સ્થાનિકોએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.ઉલ્લેખનીય છે કે મોત 16 ડિસેમ્બર, 2024ના ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું સોમવારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું.બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઈસીયુંમાં દાખલ હતી, જેને સોમવારે બપોરે 2 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.
માસૂમ 8 દિવસ મોત સામે લડી ત્યાર બાદ સાંજે 5.15 વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. પરિણામે, બાળકીએ 6.15 વાગે દમ તોડી દીધો. આમ, ગુજરાતની નિર્ભયા 8 દિવસ, 180 કલાક, 10,800 મિનિટ અને 6 લાખ 48 હજાર સેક્ધડ સુધી સતત મરતી રહી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy