સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અને કચ્છમાં યેલો એલર્ટ જાહેર

રાજયમાં 15 શહેરોમાં 40 થી 44 ડિગ્રી તાપમાન : અમરેલી-રાજકોટ હોટેસ્ટ

Gujarat, Saurashtra | Rajkot | 18 April, 2024 | 11:32 AM
હજુ આજે પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે : સવારથી જ અનેક સ્થળે 3ર ડિગ્રી ઉપર તાપમાનથી ગરમીનો અનુભવ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
 

હિટવેવની અસર હેઠળ ગઇકાલે અમરેલી, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર સહિતનાં સ્થળો અગનભઠ્ઠી સમાન બની ગયા હતા અને ગઇકાલે રાજકોટ સહિત અનેક સ્થળોએ ચાલુ સિઝનનું સૌથી ઉંચુ તાપમાન 43 થી 44 ડિગ્રી નોંધાતા લોકો દાઝી ગયા હતા. જયારે આજે પણ સવારથી જ રાજકોટ સહિત રાજયભરમાં 3ર ડિગ્રી ઉપર તાપમાનથી આકરી ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો.
દરમ્યાન અમરેલી ખાતે ગઈકાલે રામનવમી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી હતી. તેવા જ સમયે સવારનાં 9 કલાકથી તાપમાનનો પારો આસમાને પહોંચી રહૃાો હતો.

અમરેલીમાં છેલ્લા 3 દિવસથી ભિષણ ગરમી પડતી જોવા મળી રહી છે. શહેરીજનો માટે સવારથી સાંજ સુધી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહૃાું છે અને એપ્રિલનાં મઘ્યમાં તાપમાનનો પારો 44 ડીગ્રી સુધી પહોંચ્યો હોય આગામી દિવસોમાં તાપમાન 4પ ડીગ્રી સુધી પહોંચે તો નવાઈ જોવું નહી રહે.
અમરેલી શહેરના લોકો ગરમીથી બચવા માટે થઈ સવારમાં પોતાના કામ આટોપી લઈ અને પોતાના ઘરમાં પુરાઈ જતા હોય અમરેલી ગઈકાલે બપોરના સમયેઅમરેલી શહેરના રાજમાર્ગો ભારે ગરમીના કારણે સુમસામ ભાસી રહયા હતા.  

સોરઠમાં છેલ્લા ચાર દિવસથી ઉનાળાની સીઝનએ રફતાર પકડી લેતા ગઇકાલે બુધવાર સીઝનનો સૌથી વધુ 4ર ડિગ્રીને પાર ગરમીનો પારો પાર થઇ જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ગરમ પવન સાથે લુના કારણે ત્રાહીમામ  પોકારી ગયા છે. આજે પણ ગરમીનો પ્રકોપ રહેવાની હવમાન ખાતાએ આગાહી કરવામાં આવી છે.

રાત્રીના તાપમાન ઘટીને 29.2 ડિગ્રીને નોંધાયુ હતું. ભેજ ઘટીને 57 ટકાએ રહ્યો હતો. 

ભારે બફારા વચ્ચે ગરમીએ માઝા મુકી દેતા ગરમીએ હીટ પકડી લેતા 4ર ડિગ્રી ઉપર પારો ઉંચો ચડી જતા આકાશમાંથી અગનના ગોળા માફક ગરમી વરસી રહી છે. હજુ પણ ગરમીનો પારો ઉંચકાઇને 44 ડિગ્રીએ પહોંચી જશે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. 
ગોહિલવાડ પંથકમાં તીવ્ર ગરમીનું મોજુ પ્રસરી રહ્યું છે. તંત્ર દ્વારા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમી નો પારો વધીને  41.7 ડિગ્રીએ લોકો આકરા તાપમાનમાં શેકાયા હતા. ચાર દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન છ ડિગ્રી ઊંચકાયું છે.

ગોહિલવાડ પંથકમાં ઉનાળો આકરો બની રહ્યો છે. વધુ બે ડિગ્રી મહત્તમ તાપમાન  વધતા ગરમી નો પારો 41.7 ડિગ્રી ને આંબી જતા લોકો તોબા પોકારી ગયા હતા. આજે સિઝનનું સર્વોત્તમ મહત્તમ તાપમાન ભાવનગરમાં નોંધાયું છે.

 બુધવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન  41.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 27.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 27% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

તેમજ જામનગરમાં  છેલ્લા 24 કલાકમાં  મહતમ તાપમાનમા 3 ડિગ્રીના વધારા સાથે તાપમાન 40 ડિગ્રી પહોંચી ગયું હતું. શહેરમાં ઉનાળાની સીઝનમાં 40 ડિગ્રી થતા શહેરીજનો સવારથી ગરમી અનુભવી હતી. ગઈકાલ સાંજથી પવનની ગતિ ધીમી પડતા ભારે લુ વરસી હતી. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 29 ટકા ઘટીને 66 ટકા નોંધાયું હતું.

જામનગરમાં અન્ય શહેરની માફક મહતમ તાપમાન 40 ડિગ્રી થતા હિટવેવને હળવાશથી લેવાની જરૂર નથી. આરોગ્ય વિભાગે પણ હિટવેવને ધ્યાને રાખીને માર્ગદર્શિકા જાહેર કરી છે. શહેરીજનોએ ધોમધખતા તાપથી બચવા ચશમાં અને ટોપી ઉપયોગ વધારી દેતા વેચાણમાં વધારો થયો છે. એટલું જ નહીં બપોરે આકરા સૂર્યતાપથી બપોરે લોકોએ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું.જેનાથી બજારો સુમસામ  રહે છે. 

વેસ્ર્ટન ડિસ્ટર્બનસની અસરના કારણે જામનગરમાં પ્રથમવાર. ગરમીનો પારો 40 ડિગ્રી નોંધાયો હતો. લઘુતમ તાપમાન 25.6 ડિગ્રી નોંધાયું હતું.શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ટકા પહોંચ્યું હતું જ્યારે પવનની ગતિ 7.6 પ્રતિકલાક કિમિ નોંધાઇ હતી.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ અલર્ટ છે. તેમજ પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
કચ્છમાં ગરમીનું યેલો અલર્ટ છે. તેમજ અમદાવાદ 42.2 ડિગ્રી,ગાંધીનગર 40.4 ડિગ્રી, રાજકોટ 43.8 ડિગ્રી , વડોદરા 43.6 ડિગ્રી તથા સુરેન્દ્રનગર 43.4 ડિગ્રી, મહુવા 43.4 ડિગ્રી તેમજ કેશોદ 42.7 ડિગ્રી, કંડલા 42.2 ડિગ્રી તથા સુરત 42.1 ડિગ્રી, ભાવનગર 41.7 ડિગ્રી તાપમાન છે. તેમજ ભુજ 41.6 ડિગ્રી તથા ડીસા 40.7 ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી શેકાયા હતા.

રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં એટલે કે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj