રાજકોટમાં સતત ત્રીજા દિવસે 43 ડિગ્રી

Saurashtra | Rajkot | 17 April, 2025 | 03:14 PM
જિલ્લામાં હજુ ચાર દિવસ દરમ્યાન તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી જશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 17
રાજકોટમાં હિટવેવ કંડીશનનાં પગલે આજે સતત ત્રીજા દિવસે 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતા લોકો શેકાયા હતા. આજે બપોરે 2.30 કલાકે શહેરનું તાપમાન 42.6 ડિગ્રીએ પહોંચી જતા આજે પણ મહતમ તાપમાન 43 ડિગ્રી થઇ જવાથી પૂરી શકયતા છે. જયારે બપોરે હવામાં ભેજ 22  ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 8 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. 

દરમ્યાન રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની અને હવામાન સુકું, ગરમ અને મોટા ભાગે ચોખ્ખું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર, ગ્રામીણ કૃષિ મૌસમ સેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી-તરઘડીયાની યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ જિલ્લામાં 16 થી 20મી એપ્રિલ સુધીમાં હવામાન સુકું, ગરમ અને મોટા ભાગે ચોખ્ખું રહેવાની શક્યતા છે.

આ સમયગાળામાં મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુતમ તાપમાન રાત્રિ દરમિયાન 23 થી 24 ડિગ્રી સે.જેટલું રહેવાની સંભાવના છે. જેમાં 17 તથા 18મી એપ્રિલે મહત્તમ 44 ડિગ્રી, જ્યારે 19 મી એપ્રિલે 43 ડિગ્રી અને 20મી એપ્રિલે 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. 

આ સમયગાળામાં મહત્તમ ભેજનું પ્રમાણ 75-85 જ્યારે લઘુતમ ભેજ 20-20 ટકા રહી શકે છે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ 15થી 16 કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj