હિટવેવનો પ્રકોપ યથાવત: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન વિભાગનાં ઓરેન્જ એલર્ટ

સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિત 9 સ્થળે 44 થી 45 ડિગ્રી

Gujarat, Saurashtra | Rajkot | 20 May, 2024 | 11:33 AM
કાળઝાળ તાપમાનથી લોકો તોબા! હજુ પણ પાંચ દિવસ અગનવર્ષા: બપોરે જનતા કર્ફયુ જેવી હાલત
સાંજ સમાચાર

(ફોટો: ભાવનગર) 
રાજકોટ,તા.20
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને ગઈકાલે પણ નવ શહેરોમાં 44 થી  ડિગ્રી ઉપર તાપમાન નોંધાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતાં.હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેક શહેરોમાં ઓરેેન્જ એલર્ટ જાહેર કર્યા છે અને પાંચ દિવસ હજુ અગનવર્ષાની આગાહી કરી છે.

ગઈકાલે પણ હાઈએસ્ટ તાપમાન 45.3 ડિગ્રી સુરેન્દ્રનગર ખાતે રહેવા પામ્યું હતું.આ ઉપરાંત અમદાવાદમાં 44.9 ડિગ્રી, જયારે અમદાવાદ એરપોર્ટ ઉપર તો 46.6 ડિગ્રી તાપમાનનો પારો પહોંચી ગયો હતો.આ ઉપરાંત રાજકોટમાં પણ સતત ત્રીજા દિવસે 44.1, અમરેલીમાં 44.6, વડોદરામાં 44, ભાવનગરમાં 44.6, ડિસામાં 45.1, ગાંધીનગરમાં 44.2, તથા ભુજમાં 42.8, ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ હતું.તથા જામનગરમા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા પહોચ્યું હતું જેના લીધે બેફારો અને ગરમીનો અહેસાસ કર્યો હતો.

શહેરમાં મહત્તમ તાપમાનનો પારો સતત દિવસે પણ 38 ડિગ્રી ઉપર રહ્યો હતો. જયારે લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી નોંધ્યું હતું.તો શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 81 ટકા નોધાયું હતું તો પવનની ગતિ પ્રતિકલાક 16.6 કિમિ નોંધાઈ છે. સવારથી સૂર્યનારાયણના આકરા તાપથી ભારે બફારો અને ગરમીથી પરસેવે રેબઝેબ થયા હતાં.

તથા ગોહિલવાડ પંથકમાં રવિવારે સિઝનની સૌથી મહત્તમ ગરમી નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. રવિવારે રજા નો દિવસ હોવા છતાં જ લોકો અગન વર્ષા ને કારણે  ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. ગરમીની જનજીવન ઉપર ભારે અસર દેખાઈ હતી. ગરમીને કારણે રસ્તાઓ સુમસાન ભાસતા હતા.

ભાવનગર શહેરમાં સીઝન ન હાઈએસ્ટ  ગરમી 44 . 6 ડિગ્રી નોંધાય છે.  ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી નોંધાયું હતું જ્યારે  લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 22% રહ્યું છે જ્યારે પવનની ઝડપ 12 કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી. ઉલ્લેખનિય છે કે અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, જુનાગઢ અને ભાવનગરમાં તાપમાન સતત વધી રહ્યું છે. ગુજરાત સહિત આખા દેશમાં આ વર્ષે ગરમી રેકોર્ડ બનાવી રહી છે.

આવી અસહ્ય ગરમી ઘણા વર્ષોથી કોઈએ અનુભવી નથી અને હવે તો હરિયાળી ધરાવતા વિસ્તારમાં પણ તાપમાન વધતું જાય છે. હવામાન ખાતાએ ગુજરાતના સાત શહેરોમાં હીટવેવની આગાહી કરી છે અને લોકોને બપોરે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, જુનાગઢ અને ભાવનગરમાં તાપમાન સતત વધી રહ્યું છે અને હીટવેવની સ્થિતિ છે. આ ઉપરાંત તેમાં રાજકોટ અને પોરબંદર પણ સામેલ છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે તાપમાનનો પારો હજુ પણ એકથી બે ડિગ્રી સુધી વધી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ દિવસ 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે તેમ જણાવાયું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને અમુક વિસ્તારમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે રાજ્યભરમાં બપોરે બહાર નીકળશો તો સખત ગરમી સહન કરવી પડશે. હાલમાં દિવસે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ હવમાન વિભાગે આપી છે.

ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તાપમાન 44ને પાર કરી ગયું છે. ધોળકા, નડીયાદમાં તાપમાન 45 ડિગ્રી પર છે. આવી સ્થિતિમાં લોકોને વધુમાં વધુ પ્રવાહી પીવા, તાજા ફળ અને શાકભાજી ખાવાની સલાહ અપાય છે. આવામાં તીખો અને વાસી ખોરાક ટાળવા અને ચા, કોફી, તથા ઠંડા પીણા પણ ન પીવાની સલાહ અપાય છે.

આગામી સપ્તાહમાં તાપમાન વધવાની સાથે સાથે કદાચ વરસાદ પણ પડી શકે છે કારણ કે બંગાળની ખાડીમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે અને તેની સિસ્ટમ ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.

દરમ્યાન જુનાગઢ હવામાન વિભાગ દ્વારા 19મેથી 23 મે દરમ્યાન 5 દિવસ મહતમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી જવાની શકયતા દર્શાવાઈ છે. જુનાગઢવાસીઓએ હીટવેવથી બચવા કાળજી લેવા જણાવાયું છે. છેલ્લા 10 દિવસથી સૂર્યનારાયણ સોળેકળાએ ખીલ્યા હોય તેમ રોજબરોજ ગરમીનો પારો ઉંચો ચઈ રહ્યો છે. બપોરના 11-30 બાદ સ્વયંભુ કર્ફયુ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

લોકો ભાગ્યે જ ટુ વીલમાં નીકળતા જોવા મળી રહ્યા છે. આકરા તાપમાનના કારણે શરીરની ચામડી બાળી નાખે તેવા આકરા તાપના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હીટવેવના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. હીટવેવના કારણે પુષ્કળ પાણીની બોટલ સાથે રાખવા તેમજ છાશ, લીંબુ સરબત, નાળીયેર પાણીનું સેવન કરવા ઉપરાંત માથા ઉપર ટોપી છત્રી સ્કાફ ઉપરાંત સુતરાઉ કપડા પહેરવાની સલાહ આપવામાં આવી છે.

ભાવનગરમાં લૂ લાગતા પડી જતા ભિક્ષુકનું મોત
ભાવનગર તા.20

ભાવનગરમાં લુ લાગતા પડી છતાં ભિક્ષુકનું મોત નિપજ્યું છે.ભાવનગરમાં હીટવેવ વચ્ચે ગરીબ અને મજૂર લોકો કફોડી સ્થિતિમાં મુકાયા છે. ઉનાળાની કાળજાળ ગરમીથી લુ લાગવાથી ચાલતા ચાલતા પડી જતા એક અજાણ્યા ભિક્ષુકનું મોત નિપજ્યું છે.

શહેરના દિવાનપરા વિસ્તારમાં વજીરવારી શેરીમાં આશરે 55 વર્ષની વયના અધ્યાયના હિન્દુ ભિક્ષુક જે રખડતું ભટકતું જીવન ગુજારતા હોય તેમને ઉનાળાની ગરમીમાં લાગવાથી ચાલતા ચાલતા પડી જતા મરણ ગયેલ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj