ગુજરાતની 45 SME કંપનીઓએ IPO મારફત રૂા.1168 કરોડ એકત્રીત કર્યા

Business, Gujarat | Ahmedabad | 12 February, 2024 | 11:39 AM
સમગ્ર દેશમાં 25 ટકાનો સર્વોચ્ચ હિસ્સો: 2023 માં કુલ 179 SME-IPO માં 4826 ઉભા થયા
સાંજ સમાચાર

અમદાવાદ,તા.12
શેરબજારમાં સળંગ રેકોર્ડબ્રેક તેજી વચ્ચે નાની મોટી કંપનીઓ પ્રાયમરી માર્કેટમાંથી અબજો રૂપિયા ઉઘરાવી રહી છે. તેમાં એસએમઈ ક્ષેત્રની કંપનીઓ પણ પાછળ નથી ગુજરાતમાંથી 2023 માં 45 એસએમઈ કંપનીઓએ 1168 કરોડ એકત્રીત કર્યા હતા તે સમગ્ર દેશના 24 ટકા થવા જાય છે.

ગુજરાતમાંથી 2022 માં 32 એસએમઈ કંપનીઓએ 644 કરોડ એકત્રીત કર્યા હતા તેની સરખામણીએ 2023 માં રકમ 81 ટકા વધુ રહી હતી. જયારે 2021 ની સરખામણીએ 711 ટકા વધુ રકમ એકત્રીત થઈ હતી. આ વર્ષમાં 9 એસએમઈ કંપનીઓએ 144 કરોડ ઉઘરાવ્યા હતા,.

2023 માં સમગ્ર દેશમાં 179 કંપનીઓએ 4826 કરોડ ઉઘરાવ્યા હતા. તેમાંથી ગુજરાતમાં હિસ્સો 24 ટકાનો રહ્યો હતો.જયારે આઈપીઓની સંખ્યાની દ્રષ્ટિએ 25 ટકા હિસ્સો હતો.

શેરબજારમાં નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે દેશમાં સૌથી વધુ એસએમઈ એકમો ગુજરાતમાં છે એટલે આઈપીઓ મારફત નાણા ઉઘરાવવામાં સર્વોચ્ચ હિસ્સો રહેવાનું સ્વાભાવીક છે.શેરબજારમાં લાંબા વખતથી તેજી છવાયેલી હતી. ઝડપથી વિકસતી એસએમઈ કંપનીઓ પણ આઈપીઓ મારફત નાણાં એકત્રીત કરીને વિસ્તરણ કરવા લાગી છે. રીટેઈલ ઈન્વેસ્ટરો પણ જંગી માત્રામાં નાણા ઠાલવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj