ગ્રાહકો પાસેથી ડાઉન પેમેન્ટ ઉઘરાવી અતુલ મોટર્સ કંપની સાથે રૂ।.46 લાખની છેતરપીંડી

Crime | Rajkot | 13 April, 2024 | 11:40 AM
♦ જસદણમાં આવેલ શોરૂમના પૂર્વ કર્મચારી મેહુલ પરમારે ગ્રાહકો પાસેથી વાહનોના ડાઉન પેમેન્ટ લઈ ખોટા ટોકન આપી કંપની સાથે છેતરપીંડી આચરી:
સાંજ સમાચાર

♦ છ ગ્રાહકો પાસેથી ઇન્સ્યોરન્સના રૂ।.60 હજાર પણ ઉઘરાવી કંપની સાથે વિશ્ર્વાસઘાત કર્યો: જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી

રાજકોટ. તા.13
જસદણમાં આવેલ અતુલ મોટર્સ કંપનીના પૂર્વ કર્મચારી મેહુલ પરમારે ગ્રાહકો પાસેથી વાહનોના ડાઉન પેમેન્ટ લઈ ખોટા ટોકન આપી કંપની સાથે રૂ.3.46 લાખની છેતરપીંડી આચરતાં જસદણ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે સરધારમાં હવેલીચોકમાં રહેતાં દિલીપગીરી શાંતીગીરી ગૌસ્વામી (ઉ.વ.41) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મેહુલ રતિલાલ પરમાર (રહે. જસદણ) નું નામ આપતાં જસદણ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ અતુલ મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ (મારૂતી સુઝુકી ડીલર્સ)માં મેનેજર તરીકે નોકરી કરે છે અને જસદણ-આટકોટ રોડ પર આવેલ કંપનીના શોરૂમનું મેનેજમેન્ટ કરે છે. 

શો-રૂમમાં અગાઉ મેહુલ પરમાર ડાયરેક્ટ સેલ્સએક્ઝિક્યુટિવ (ડીએસઈ)તરીકે નોકરી કરતા હતા.  નાણકીય વહીવટ ડીએસઈ  કરે છે અને તેઓની દેખરેખ મેનેજરને રાખવાની હોય છે.ગઇ તા.29/11/2023 ના ડીએસઈ રાહુલ કાછડીયાનો ફોન આવેલ અને વાત કરેલ કે, આપણી કંપનીમાં ડીએસઈ તરીકે કામ કરતા મેહુલે ત્રણ કસ્ટમ2 ભાવેશભાઇ વલ્લભભાઈ છાપરા (રહે.જસદણ), રસ્મીકાન્તભાઈ હીંમતલાલ દવે (રહે.જંગવડ) અને આલાભાઇ કડવાભાઇ લાંબરીયા (રહે.ગઢડીયા (જસ) નામવાળા ગ્રાહકોમાંથી ભાવેશભાઇએ કંપનીમાથી ઇકો કાર લીધેલ જે ઇકો કારનું ડાઉનપેમેન્ટ મેહુલ પાસે રૂ.3,95,049 જમા કરાવેલ હોય જે પૈસા તેઓએ  કંપનીમાં જમા કરાવવા ન હતાં. અને બાદમાં  તેને કંપનીમાં જમા કરાવેલ છે, તેવું દેખાડવા પોતાના નામનો ચેક બેંકમાં જમા કરાવવા ટોકન લઈ અને ચેક જમા ના કરાવી અને ટોકન રાજકોટ કંપનીમાં મોકલતા કંપની તરફથી ઇકો કારની ડીલેવરી આપી દીધેલ હતી.

તેમજ જંગવડના રસ્મીકાન્તભાઇ દવેએ કંપનીમાથી મારૂતી વેગેનાર કાર ખરીદી કરેલ જે કારનું ડાઉન પેમેન્ટ રૂ.3,26,420 મેહુલે રોકડા લઇ લીધેલ અને આ પૈસા કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખેલ અને ટોકન કંપનીમાં મોકલી કારની ડીલેવરી કરાવી દીધેલ હતી. તેમજ ગઢડીયાના આલાભાઇ લાંબરીયાએ કંપનીમાંથી મારૂતી સ્વીફટ કાર લીધેલ હતી.

જે કારનું ડાઉન પેમેન્ટ રૂ.1,13,424  મેહુલે રોકડા લઇ લીધેલ અને  પૈસા કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખી અને શો-રૂમમાથી ગાડી મંગાવી બાદમાં શો-રૂમ બંધ થતા ડીલેવરી આપેલ હતી. બાદમાં તેની હરક્ત વિષે જાણ થતાં તેમના તમામ વહીવટ ચેક કરતા રામપરાના રણજીતભાઇ ચાવડા પાસેથી કંપનીના નામે ઈકો ગાડી પોતે ડિલેવરી કરશે તેમ જણાવી રૂ.1,11,500 ડાઉનપેમેન્ટના નામે લઇ લીધેલ અને ગાડીની ડીલેવરી કરેલ ન હતી.

ઉપરાંત ચોટીલાના હીતેષભાઇ વિઠ્ઠઠ્ઠલભાઈ ઝાપડીયા પાસેથી કંપનીના નામે ઇકો ગાડી પોતે ડીલેવરી કરશે તેમ જણાવી રૂ.97104 ડાઉન પેમેન્ટ  લઇ લીધેલ અને ગાડીની ડીલેવરી કરેલ ન હતી. તેમજ ગ્રાહકો જગદીશભાઈ વલ્લભભાઇ ડોબરીયા, મહેશભાઇ વિરજીભાઈ મેટાળીયા, આદર્શ ભરત ભાઈ જેબલીયા, ઉમેદભાઈ મનુભાઈ જેબલીયા, મહેશભાઈ બાબુભાઇ ડભોયા, તભાભાઈ સોમાભાઈ ડાંગરએ કંપનીમાં ઇન્સ્યોરન્સ રીન્યુ માટેની રકમ ભરેલ તે રૂ.60 હજાર કંપનીમાં જમા આરોપીએ કરાવેલ નથી.

જેથી આરોપી મેહુલે કંપની સાથે રૂ.11,03,497 ની ઉચાપત કરી છેતરપીંડી કરી હતી. જે બાદ તેનેપૈસા પરત ચુકવી આપવા કહેતા તેઓએ ટુકડે ટુકડે રૂ.8,16,000 પરત ચુકવી આપ્યા હતાં. જે બાદ તેમની પાસેથી પેનલ્ટી સહીત રૂ.3.46 લાખ લેવાના બાકી હોય જે તેને ચુકવેલ ન હતાં અને તેને રૂ.4 લાખનો ચેક આપેલ હતો.

પરંતુ તે પોતાના એકાઉન્ટમાં પૈસા નથી ચેક નાખતા નહિ તેમ કહીં કંપની સાથે છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જસદણ પોલીસે ગુનો નોંધી આરોપી મેહુલ પરમારની શોધખોળ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj