4થો ટેસ્ટ: ઇંગ્લેન્ડે ટોસ જીતી દાવ લીધો; 112માં 5 વિકેટ ગુમાવી દીધા બાદ રૂટ-ફોક્સે બાજી સંભાળી

India, World, Sports | 23 February, 2024 | 04:20 PM
ડેબ્યૂ ટેસ્ટમાં આકાશ દીપ નો તરખાટ; 3 વિકેટ ઝડપી: અશ્વિન-જાડેજાને 1-1 વિકેટ
સાંજ સમાચાર

રાંચી, તા.23
 

ભારત સામેના ચોથા ટેસ્ટમેચમાં ઇંગ્લેન્ડ એક તબકકે 112 રનમાં 5 વિકેટે ખખડી ગયા બાદ જોરૂટ અને બેન ફોક્સે બાજી સંભાળી લીધી હતી અને પાંચ વિકેટે 224 રન બનાવી લીધા હતા.

રાંચી ટેસ્ટમાં ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ દાવ લેવાનું પસંદ કર્યું હતું. ક્રાઉલી તથા ડકેટની ઓપનીંગ જોડીએ સંભાળભરી અને ધૈર્યપૂર્ણ રમત સાથે જુમલો 47 પર પહોંચાડ્યો ત્યારે ટેસ્ટ ડેબ્યુ કરનાર ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપ ત્રાટક્યો હતો અને ત્રણ દડામાં બે વિકેટો ખેડવી નાખી હતી. તેણે સૌ પ્રથમ ડકેટને 11 રને વિકેટ પાછળ સપડાવ્યો હતો અને ત્યારપછીના ત્રીજી દડે વનડાઉન આવેલા ઓલી પોપને લેગબીફોર આઉટ કર્યો હતો.

પોપ ખાતુ પણ ખોલાવી શક્યો નહતો. ઇંગ્લેન્ડ 47ના જુમલે ઉપરાઉપરી બે વિકેટો ગુમાવી બેઠુ હતું. આ પછીની ઓવર બાદ ફરી આકાશદીપ ત્રાટક્યો હતો અને 42 દડામાં 42 રન બનાવીને આક્રમક રમત રમી રહેલા ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ઇંગ્લેન્ડની પ્રથમ ત્રણેય વિકેટ આકાશ દીપે ઝટકાવી હતી.

જોરૂટ તથા બેરસ્ટોએ બાજી સંભાળીને ચોથી વિકેટમાં બાવન રનની ભાગીદારી હતી. બેરસ્ટો 35 દડામાં 38 રને પહોંચ્યો ત્યારે અશ્વિને લેગબીફોર આઉટ કર્યો હતો. આ પછી કપ્તાન બેન સ્ટોકસ સેટ થાય તે પૂર્વે માત્ર ત્રણ રને જાડેજાના દડામાં લેગબીફોર થયો હતો. 112 રનમાં અર્ધી ટીમ તંબૂભેગી થયા બાદ જોરૂટ તથા ફોક્સે બાજી સંભાળી લીધી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ઇંગ્લેન્ડના પાંચ વિકેટે 224 રન થયા હતા.

જો રૂટ 74 તથા ફોક્સ 47 રને દાવમાં હતા. આ પૂર્વે ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. બૂમરાહના સ્થાને આકાશદીપનો સમાવેશ કરાયો હતો. ડેબ્યુ ટેસ્ટમાં જ તેણે તરખાટ સર્જયો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj