ગાંધીનગર, તા.18
ગુજરાત સહિત દેશભરમાં પ્રદુષણને કાબુમાં લેવા માટે ઇલેકટ્રીક વાહનોનું ચલણ વધારવા માટે કેન્દ્રથી માંડી રાજય સરકારો ટેકસ રાહત સહિતના પ્રોત્સાહન આપી જ રહી છે તેવા સમયે ગુજરાત સરકારે ઇલેકટ્રીક વાહનો પર પાંચ ટકા ટેકસ છુટની જાહેરાત કરી છે.
આ વાહનો પર માત્ર એક ટકા ટેકસ લાગશે. 31 માર્ચ, ર0ર6 સુધી આ રાહત અમલમાં રહેશે. રાજયના પરિવહન અને ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આજે ટવીટ કરીને જાહેરાત કરી હતી કે પરિવહનને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ ર0ર6 સુધી સંપૂર્ણ પણે ઇલેકટ્રીક વાહનો પર પાંચ ટકા ટેકસ છુટની જાહેરાત કરવામાં આવે છે. હવે ટેકસ દર માત્ર એક ટકો રહેશે.
નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેકટ્રીક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે. હરીયાળા અને સ્વચ્છ ગુજરાત તરફનું આ કદમ હોવાનો તેમને દાવો કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy