રાજકોટ તા.18
પરમ મેડિકલ ડાયગ્નોસીસ સેવા યોજના અંતર્ગત આરુગ્ગ બોહીલાભંના શુભ ભાવો સાથે રાષ્ટ્ર સંત પૂ.પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી રાજકોટના ગુરૂ ભકત પરિવારજનો કે જેઓ પૂ.ગુરૂદેવ પ્રેરિત લોક એન લર્ન તથા અર્હમ યુવા સેવા ગ્રુપના સદસ્યોના પરિવારજનો માટે રાજકોટ પંચનાથ હોસ્પિટલમાં મેડિકલ રીપોર્ટમાં 50% બીલની રકમમાં સહાય કરવામાં આવશે જે રકમ રૂા.2000 સુધી રહેશે.
પરમ મેડિકલ સેવા યોજના અંતર્ગત રાજકોટ ઉવસગ્ગહરં સાધના ભવન ખાતેથી ઓળખ પત્ર આઈ કાર્ડ સાથે ડીસ્કાઉન્ટ ભલામણ પત્ર લેબોરેટરીમાં રીપોર્ટ કઢાવવાના હોય તે સમય દરમ્યાન મેળવવાનો રહેશે અને તે પંચનાથ હોસ્પિટલમાં રજૂ કરવાનો રહેશે. વિગતવાર માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે.
પરમ મેડિકલ સેવા પ્રકલ્પમાં પંચનાથ હોસ્પિટલ ચેરમેન દેવાંગભાઈ માંકડ, સેક્રેટરી મયુરભાઈ શાહ, ટ્રસ્ટી એડવોકેટ અનીલભાઈ દેસાઈ વગેરે સેવાભાવી ટ્રસ્ટીઓએ સરાહનીય સહકાર પ્રદાન કરેલ છે. તથા સ્નેહાબેન મહેતા, દીપલબેન શેઠ તપનભાઈ વોરા, વિરેશભાઈ ગોડા, ડોકટર મિતાલી ચૌધરી, હેતલબેન શેઠ, પૂજાબેન, જિમી શાહ વગેરે સેવાભાવી ટીમ સેવારત છે.
આ યોજનાનો લાભ 31/12/2025 સુધી મળશે.પંચનાથ હોસ્પિટલના સહયોગથી, ઉવસગ્ગહરં સાધના ભવન રાજકોટ ‘પારસધામ’, આફ્રિકા કોલોની પરથી ફોર્મ મળી શકશે. મેડીકલ સ્માર્ટ કાર્ડ જેનો યુઝ આપ પંચનાથ હોસ્પિટલમાં કોઈપણ મેડિકલ ચેકઅપ માટે કરી શકાશે. વિશેષ વિગતો માટે મો.નં. 91364 42491નો સંપર્ક કરવો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy