54 ન્યાયાધીશોની બદલી-બઢતી

Saurashtra | Rajkot | 21 May, 2024 | 02:42 PM
♦ અગાઉ રાજયના 222 જજોને બદલી અપાઈ હતી, રાજકોટના જે.આઈ.પટેલ અમદાવાદ મુકાયા
સાંજ સમાચાર

♦ રાજકોટના પી.જે.ચૌધરી, એચ.એન.દેસાઈ, એમ.એચ.પઠાણને પ્રમોશન, ગોંડલના એમ.જે.બ્રહ્મભટ્ટ, જામનગરના એસ.એ.ગલારીયા રાજકોટ મુકાયા

રાજકોટ,તા.21
રાજયના 222 જજો બાદ વધુ 54 ન્યાયાધીશોની બદલીના આદેશ થયા છે. જેમાં 38ને બઢતી સાથે બદલી મળી છે. ડીસ્ટ્રીકટ જજમાં રાજકોટના જે.આઈ.પટેલને અમદાવાદ સિટી સિવિલ કોર્ટ, ખંભાળિયાના ડી.બી.બારોટને અમદાવાદ ફેમિલી કોર્ટના પ્રિન્સીપાલ, ઉનાના આર.એમ.એસોડીયાને મોડીસા પ્રિન્સીપાલ ફેમિલી કોર્ટ, મોરબીના સિનિયર સિવિલ જજ વી.એ.બુદ્ધને ભુજ, જામનગર, એડીશનલ સિનિયર સિવિલ જજ એન.બી.મુનસીને ધોળકા બઢતી સાથે બદામી પામેલ જજોમાં કચ્છના ભુજના સિનિયર સિવિલ જજને એન.એ.પંડયાને ભુજના એડી.ડિસ્ટ્રીકટ જજ, ભાવનગરના સિનિયર સિવિલ જજ એસ.જી.મનસુરીને ખંભાળીયા એડી ડીસ્ટ્રીકટ જજ, રાજકોટના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ પી.જે.ચૌધરીને મહેસાણા વીરનગરના એડી.ડીસ્ટ્રીકટ જજ જામનગરના એસ.એ.ગલારીયાને એડી.ડીસ્ટ્રીકટ જજ રાજકોટ, જામનગર, ટી.એચ.દવેને લુણાવાડા ફેમિલી કોર્ટ પ્રિન્સપાલ જજ, ગોંડલના એમ.જે.બ્રહ્મભટ્ટને રાજકોટ એડી.ડીસ્ટ્રીકટ જજ, રાજકોટના એચ.એન.દેસાઈને ફેમિલી કોર્ટ રાજકોટ જજ, રાજકોટના એમ.એચ.પઠાણને એડી.ડીસ્ટ્રીકટ જજ રાજકોટ, જામનગરના ચીફ જયુ.મેજી.એસ.સી.વેમુલ્લાને એડી.ડીસ્ટ્રીકટ જજ જામનગર તરીકે મુકાયા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj