નવીદિલ્હી,તા.20
મોબાઇલ ફોન બાળકને એકલવાંયા બનાવી રહ્યાં છે અને અમુક કિસ્સામાં તો બાળકો પોતાની જીંદગી આપવા સુધીના પગલાં ભરી રહ્યાં છે. વિતેલા એક જ વર્ષમાં ગુજરાતમાં 12થી 17 વર્ષના બાળકોએ મોબાઇલ ફોન ન મળવાથી કે કોઇ મોબાઇલ ફોન ઉપર કોઇ ગેમ કે અન્ય વળગણથી આપઘાત કર્યાના ચાર બનાવ બની ચૂક્યાં છે. મોબાઇલ ફોનથી આવતી નિરાશાને કારણે આપઘાત, આપઘાતના પ્રયાસ કે હિંસાત્મક બનાવોના પગલે સરકારે સ્માર્ટ ફોનના વળગણ સામે સ્કૂલો માટે એડવાઇઝરી બનાવવા નિર્ણય કર્યો છે.
તાજેતરના ક્રિમિનોલોજી અને સાયકોલોજી રિસર્ચ ખતરાની ઘટંડી વગાડતાં કહે છે કે, મોબાઇલ ફોનનું વળગણ એ ડ્રગ્સના નશા કરતાં પણ ભયંકર છે. વર્ષ 2024માં કરાયેલા એક સર્વે અનુસાર, સામાજીક, માનસિક, દેખાદેખીથી અને યુવા માતા-પિતામાં પોતાના માટે થોડો સમય મેળવવા બાળકોને ફોન પકડાવી દેવાની વૃતિ ભયજનક રીતે વધી છે. આ કારણે બાળકોમાં મોબાઇલ ફોનનું વળગણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ભવિષ્ય માટે ખતરાની ઘંટડી એ છે કે, મોબાઇલ ફોનનો સતત ઉપયોગ વધવાથી બાળકો વધુને વધુ એકલવાયાં બની રહ્યાં છે.
બાલ્યાવસ્થાથી કિશોરાવસ્થાના સમયગાળા વચ્ચે મહત્ત્મ સ્ક્રીનટાઇમ ધરાવતાં બાળકોને મોબાઇલ ફોન એ હદે અસર કરે છે તેમાં દર્શાવાતી બાબતો સાચી માની લે છે. મોબાઇલ ફોનથી સ્ક્રીન-ફ્રેન્ડ બનતાં દોસ્તોની સફળતા અને પોતાની નિષ્ફળતા તેમના કુમળા માનસ ઉપર ઘેરી અસર પહોંચાડે છે.
બાળકોનું સ્માર્ટફોનનું અને સોશિયલ મીડિયાનું એડિક્શન-વળગણ ખૂબ જ વધ્યુ છે ત્યારે રાજ્ય સરકાર સ્કૂલો માટે એક એડવાઇઝરી તૈયાર કરશે. શિક્ષણ ક્ષેત્રના તમામ અધિકારીઓથી માંડી ચિલ્ડ્રન યુનિવર્સિટી પાસેથી આ માટે સરકારે સૂચનો મંગાવ્યા છે. રાજ્યમાં હાલ સ્કૂલોમાં ધોરણ 1થી 12ના બાળકોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે અને કોલેજોમાં વિદ્યાર્થીઓ મોબાઇલ લઇ જઇ શકે છે પરંતુ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને ફોન ચાલુ રાખવા પર મંજૂરી નથી. કોરોનામાં ઓનલાઇન શિક્ષણ સ્કૂલોમાં થતાં બાળકોમાં સ્માર્ટફોનનું એડિક્શન ખૂબ જ વધી ગયુ છે અને પ્રી પ્રાયમરીથી લઇને ધોરણ 8 સુધીના બાળકોમાં પણ સોશિયલ મીડિયાનું એડિક્શન જોવા મળી રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy