સતત તેજી-રેકોર્ડબ્રેક ભાવથી વધુ સ્મગલીંગ​

સોનાની દાણચોરીમાં 65 ટકાની ધરખમ વૃધ્ધિ: અમદાવાદ એરપોર્ટથી 241 કિલો ગોલ્ડ જપ્ત

Gujarat | Ahmedabad | 21 May, 2024 | 09:37 AM
◙ એરપોર્ટ પરથી વર્ષોવર્ષ દાણચોરીના કિસ્સામાં વધારો: દુબઈ, કૂવૈત, ઓમાન, બેંગ્કોક, થાઈલેન્ડથી ઘુસાડાય છે
સાંજ સમાચાર

◙ દાણચોરીનાં સોનામાં કિલોએ રૂા.13.86 લાખની મોટી કમાણી થતી હોવાથી દાણચોર સિન્ડીકેટ નવા-નવા નુસ્ખા અજમાવે છે

અમદાવાદ,તા.21
વિશ્વ સ્તરે ભૌગોલીક ટેન્શન દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા ખરીદી સહીતનાં કારણોથી સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે તેની દાણચોરીમાં પણ મોટી વૃધ્ધિ છે. માત્ર અમદાવાદ એરપોર્ટથી જ ગત નાણાં વર્ષમાં 241.1 કિલો દાણચોરીનું સોનું પકડાયુ હતું. તે આગલા વર્ષનાં 146.4 કિલોની સરખામણીએ 65 ટકાનો મોટો વધારો સુચવે છે. છેલ્લા પાંચ વર્ષમાં પકડાયેલો આ સૌથી મોટો જથ્થો છે.

કસ્ટમ વિભાગનાં સીનીયર અધિકારીઓએ કહ્યું કે સોનાની દાણચોરી માટે સ્મગલરોના સાગ્રીતો ચોકકસ રૂટનો ઉપયોગ કરતા હોય છે અને તેના પર ખાસ વોચ રાખવામાં આવતી હોય છે. દાણચોરો જોકે, સોનુ ઘુસાડવા માટે નવી-નવી પદ્ધતિ અપનાવતા હોય છે.એક કેસમાં પાઘડીમાંથી સોનુ પકડાયું હતું.ત્યારે અન્ય એક કિસ્સામાં પ્રવાસી બેગમાં કોતરાયેલી લાઈનમાં સોનું છુપાવીને લવાયું હતું. કસ્ટમ વિભાગ દાણચોરોના જુદા જુદા કીમીયા પકડી પાડતા જ હોય છે.

સંયુકત આરબ અમીરાત-મુંબઈ, શાહજાહ, કૂવૈત, ઓમાન, બેંગકોક તથા થાઈલેન્ડ જેવા દેશોમાંથી સોનુ ઘુસાડવામાં આવતુ હોય છે. ઝવેરીઓનાં કહેવા પ્રમાણે ભારતમાં સોના પર ટેકસ ભારણ ઘણુ વધારે હોવાથી દાણચોરીનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે. વૈશ્વિક સ્તરે ભૌગોલીક તનાવ, ભારત-અમેરીકા જેવા દેશોમાં ચૂંટણી, ડોલર સામે રૂપિયાની નબળાઈ, વિશ્વના અનેક દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની ખરીદી જેવા કારણો પાછળ તેજી છે.

2020 થી 2024 ના ચાર વર્ષમાં સોનાના ભાવમાં 79 ટકાનો વધારો થયો છે.હાલ હાજર ભાવ રૂા.77000 ની સપાટીને કુમાવી ગયો છે.31 માર્ચ 2020 ના ભાવ 43000 હતા.

કેન્દ્ર સરકારે આયાત જકાતમાં વધારો કર્યાના વખતથી સોનાની દાણચોરી વધી રહી છે. ભારતમાં 11.5 ટકા કસ્ટમ ડયુટી, 2.50 ટકા કૃષિસોસ, 3 ટકા જીએસટી તથા 0.1 ટકા આયાતકારનું પ્રિમીયમ લાગુ પડે છે. કુલ ટેકસ 18 ટકા થવા જાય છે. વિદેશોમાંથી દાણચોરી મારફત સોનુ ઘુસાડવામાં આવે તો 1 કિલો દીઠ રૂા.13.86 લાખ સસ્તુ પડે છે.

દાણચોરીનાં સાગ્રીતો કેરીયરને 35000 અપાતા હોય છે. 30,000 ની ટીકીટ અને રહેવાનો 35000 નો ખર્ચ અપાતો હોય છે. છતાં દાણચોરી નેટવર્કનાં સુત્રધારનાં કિલોએ રૂા.12.86 લાખની કમાણી થતી હોય છે.

સરકારી સુત્રોએ એમ કહ્યું કે, છેલ્લા કેટલાંક મહિનાથી ડયુટી પેઈડ સોનાની આયાતમાં ઘટાડો છે. તે દાણચોરીમાં વધારો હોવાનું સુચવે છે. દાણચોરીનું સોનું માર્કેટમાં 2.50 થી 3 ટકા ડીસ્કાઉન્ટમાં મળે છે. દાણચોરીનાં સોનાને કારણે સરકારને પણ ટેકસની મોટી આવક ગુમાવવી પડે છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈ તથા કસ્ટમ વિભાગે ગત વર્ષે 241.1 કિલો સોનું પકડયુ હતું. તેમાંથી 172 કિલો કસ્ટમ તંત્રએ જપ્ત કર્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj