10 કરોડના થિયેટર ટેકસના લક્ષ્યાંક સામે 9.રપ કરોડની આવક

3.50 કરોડની રકમના 675 ચેક રીટર્ન

Local | Rajkot | 02 April, 2024 | 04:54 PM
અનેક કેસમાં ટેકનીકલ ભુલ : ઘણા રોકડા ભરી ગયા : કોર્પો.એ કોઇ સામે કેસ ન કર્યો
સાંજ સમાચાર

રાજકોટ, તા. 2
બે દિવસ પહેલા પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં મનપાની ટેકસ બ્રાંચમાં મિલ્કતધારકોએ આપેલા હજારો પૈકીના 675 ચેક રીટર્ન થયા હતા. આ પૈકી અડધાથી વધુ આસામી વેરો ભરી ગયા છે. તો કોર્પો.એ કોઇ આસામી સામે  ચેક રીટર્ન બદલ કોર્ટ કાર્યવાહી નહીં કર્યાનું જાણવા મળ્યું હતું.

મનપાના સુત્રોમાંથી મળતી વિગત મુજબ ચાલુ વર્ષમાં મિલ્કત વેરાની નોંધપાત્ર આવક થઇ છે. વ્યવસાય વેરા અને  વાહન વેરાના ટાર્ગેટ પૂર્ણ થયા છે. તો શો દીઠ થિયેટરો પાસેથી ટીકીટ મુજબ લેવામાં આવતો થિયેટર ટેકસની આવકનો ટાર્ગેટ 10 કરોડ હતો. જેની 9.25 કરોડની આવક થઇ છે. 

આ વર્ષમાં મિલ્કત વેરા શાખામાં 675 આસામીના ચેક ભંડોળના અભાવે બેંકમાંથી પરત ફર્યા છે. તેનો આંકડો 3.50 કરોડ જેટલો થાય છે. જોકે કોર્પો.એ કોર્ટ કેસ કરવાને બદલે વસુલાત માટે વધુ આગ્રહ કરતા અર્ધાથી વધુ આસામીનો વેરો બીજા ચેક અથવા રોકડના રૂપમાં જમા થઇ ગયો છે. આ ચેકની કુલ રકમ 3.50 કરોડ હતી. અનેક કેસમાં ચેક લખવામાં ભુલ સહિતના કારણો પણ જવાબદાર હતા તેમ ટેકસ વિભાગે કહ્યું હતું. હવે ચેક રીટર્ન કરાવનાર આસામીઓ સામે આગામી વર્ષમાં કડક કાર્યવાહી કરાશે તેમ સુત્રોએ કહ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj