વિશ્વ માં સારવાર વગર રહેતા અસ્થમાના 70 ટકા દર્દીઓ!!

World | 21 May, 2024 | 05:05 PM
છીંક આવવી, નાકમાંથી પાણી જવું એ એલર્જી સમજવાની ભૂલ કરે છે
સાંજ સમાચાર

કોઈપણ બીમારીની જાણ જેટલી વહેલી થાય તો તેનો ઉપચાર જલ્દીથી શરૂ કરી શકાય છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વિશ્ર્વમાં લગભગ 70 ટકા લોકો એવા છે કે અસ્થમાની બીમારીની જાણ હોતી નથી.

 ભારતમાં દર વર્ષે લગભગ બે લાખ લોકો આ રોગના કારણે મૃત્યુ પામે છે. જો આ રોગની વહેલી ખબર પડે તો તેની યોગ્ય સારવાર કરી શકાય છે. કોઈપણ અસ્થામાના દર્દીનું મૃત્યુ અટકાવી શકાય છે. આ દાવો એક નવા અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

અધ્યયનના પરિણામો ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયા હતા. આ પ્રકારનો વિશ્ર્વનો પ્રથમ અભ્યાસ છે. આ વાત અધ્યયનના પ્રમુખ લેખક ડોકટર શોન એરોને જણાવી છે.
 એરોન કેનેડાના ઓન્ટારિયોમાં સ્થિત ઓટાવા હોસ્પીટલમાં ફેફશાના રોગના નિષ્ણાંત છે.

તેઓ ઓટાવા યુનિ.માં પ્રોફેસર પણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે. કારણ કે આ રોગની ઓળખ થઈ ન હતી અને તેથી તેઓ સારવારથી વંચીત હતા. એરોન દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ વિશ્ર્વમાં 70 ટકા એવા દર્દીઓ છે જેમને અસ્થમાની બીમારીની ઓળખ થઈ શકી નથી.

► ભારતમાં આ રોગ વધી રહ્યો છે
 વિશ્વભરમાં અસ્થમાના કારણે થતા કુલ મૃત્યુમાંથી 44 ટકા ભારતમાં થાય છે. દેશમાં દર વર્ષે આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે. વાસ્તવમાં આ રોગ માટે કોઈ નિયત સારવાર નથી.

► શ્વાસ નળીમાં સોજો
 અસ્થમા એ ફેફસાનો રોગ છે જેમાં દર્દીનો શ્ર્વસન માર્ગ ફૂલવા લાગે છે. જેના કારણે ફેફસામાં સંકોચન થાય છે. આનાથી શ્ર્વાસ લેવામાં તકલીફ થાય છે અને શ્ર્વસન માર્ગમાં લાળ બનવા લાગે છે.

► આનુવંશિક રોગ અસ્થમા
 નિષ્ણાંતો કહે છે કે અસ્થમા એક આનુવંશિક રોગ છે. આ રોગનું મહત્વનું કારણ વાયુ પ્રદુષણ છે જે આ દિવસોમાં સમગ્ર વિશ્ર્વને અસર કરી રહ્યું છે. નાકમાં પાણી આવવું, છીંક આવવી વગેરેને એલર્જી ગણવામાં આવે છે અને છેવટે આ રોગ ઘાતક સ્વરૂપ ધારણ કરે છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj