શેરબજારમાં 75 ટકા ટર્નઓવર માત્ર 0.2 ટકા મોટા ઈન્વેસ્ટરોનું નોંધાયુ

India, Business, Gujarat | Ahmedabad | 26 February, 2024 | 09:45 AM
એનએસઈનો રસપ્રદ સર્વે: ટ્રેડની સંખ્યામાં રીટેઈલ ઈન્વેસ્ટરો મોખરે જયારે મુલ્ય મુજબ હાઈનેટવર્થ ઈન્વેસ્ટરો
સાંજ સમાચાર

અમદાવાદ,તા.26

ભારતમાં સૌથી વધુ ટેકસ પેમેન્ટ હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિ-અમીર કરે છે તેવી જ હાલત શેરબજારમાં ટ્રેડીંગની છે. ભારતીય શેરબજારમાં થતા કુલ ટર્નઓવરમાં 75 ટકા હિસ્સો માત્ર 0.2 ટકા હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો (એચએનઆર)નો છે.

નેશનલ સ્ટોક એકસચેંજના આંકડાકીય રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ડિસેમ્બર મહિનાના કુલ ટર્નઓવરમાં 75 ટકા હિસ્સો માત્ર 0.2 ટકા ઈન્વેસ્ટરોનો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ જેવા રાજયોમાં સમાન ટ્રેન્ડ હતો. જયાં શેરબજારમાં રોકાણ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં કુલ 1.3 કરોડ ઈન્વેસ્ટરોએ વેપાર કર્યા હતા તેમાંથી માત્ર 23491 સોદાનું મૂલ્ય 10 કરોડથી અધિકનું હતું. જો કે કુલ ટર્નઓવરમાં તેનો હિસ્સો 75 ટકા થઈ જતો હતો.

આંકડાકીય વિશ્લેષણ સાથેના રિપોર્ટમાં એમ દર્શાવવામાં આવ્યુ છે કે રૂા.10000ના મુલ્ય સુધીના સોદામાં કુલ ટર્નઓવર 566.6 કરોડનું હતું જે કુલ ટર્નઓવર 0.03 ટકા થવા જતુ હતું. 10000થી એક લાખના મૂલ્ય સુધીના સોદામાં 8598 કરોડનું ટર્નઓવર હતું જે હિસ્સો 0.4 ટકા હતા. 1 લાખથી 10 લાખના સોદામાં કુલ ટર્નઓવર 50941 કરોડ હતું તેનો હિસ્સો 2.4 ટકા થવા જાય છે.

10 લાખથી 1 કરોડનું મૂલ્ય ધરાવતા સોદામાં ટર્નઓવર 163767 કરોડ હતું તે 7.9 ટકા થવા જાય છે. 1થી10 કરોડમાં ટર્નઓવર 302795 કરોડ હતું જે 14.6 ટકા થાય છે. 10 કરોડથી વધુ મૂલ્યના સોદામાં ટર્નઓવર 1552924 કરોડ થયુ હતું જે કુલ ટર્નઓવરના 74.7 ટકા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj