‘માઁ આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી’ના ગગનભેદી નાદ સાથે

માઁ આશાપુરાધામ માતાના મઢ (કચ્છ) ખાતે તા.8મીના ચૈત્રી નવરાત્રી ઉત્સવનો ઘટ સ્થાપન સાથે મંગલ પ્રારંભ

Local | Kutch | 30 March, 2024 | 10:59 AM
તા.15ના સોમવારે ભવ્ય હોમાત્મક ક્રિયા, રાત્રે 12-30 કલાકે રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજીના વરદહસ્તે હવનમાં બીડુ હોમાશે: હજારોની સંખ્યામાં માઈ ભકતો ઉમટી પડશે: તૈયારીઓનો ધમધમાટ
સાંજ સમાચાર

રાજકોટ તા.30 ભુજથી 100 કી.મી.ના અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તીર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિ વર્ષની જેમ ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે તે ઉજવવામાં આવે છે. આદ્યાશકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. ચૈત્રી નવરાત્રી શકિત ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવ શકિત માનવામાં આવે છે. પ્રાચીનકાળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્નિ પાર્વતી પણ શકિત અવનાર ગણાય છે. માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. ત્યાં ચૈત્રી નવરાત્રી તા.8/4ના સોમવારે ભવ્ય પ્રારંભ થશે. તા.8ના સોમવારે રાત્રે 8 કલાકે ઘટ સ્થાપન થશે તા.15ના સોમવારે ભવ્ય હોમાત્મક ક્રિયા રાત્રે 8-30 કલાકે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ દેવપ્રસાદ મુળશંકર જોશી સમગ્ર હવનની વિધિ કરાવશે. રાજાબાવા યોગેન્દ્રસિંહ તા.15ના મોડી રાત્રે 12-30 કલાકે બીડુ હોમશે. આ સમયે રાજવી પરીવાર, માઈભકતો, આમંત્રીત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે તેમજ માતાજીની સ્મૃતિ, શ્ર્લોક, મંત્રી દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે. રાત્રે 12-30 કલાકે બીડુ હોમાશે. માં આશાપુરાના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો રે બાવડી મઢવાળીના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે. ચૈત્રી નવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર કચ્છના ભાઈભકતો માં આ આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ ધણીયાણી માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્છી માડુ પદયાત્રીઓના વિના મૂલ્યે વિના સંકોચ ભોજન, ચા, દૂધ, દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપે છે. એવા એજ ધર્મના ઉદેશને ધ્યાને લઈ પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વરૂપે સાથે છે તેવો અહેસાસ અનુભવે છે. ચૈત્રી નવરાત્રી માં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા, બીજા દિવસે બ્રહ્મ માહિણી પુજ, ત્રીજા દિવસે ચંદ્ર ઘંશા પુજા, ચોથા દિવસે કુષ્માંડા પુજા, પાંચમાં દિવસે કુષ્માંડા પુજા, છઠા દિવસે કાત્યાયની પુજા, સાતમાં દિવસે કાલરાત્રી પુજા, આઠમાં દિવસે મહાગૌરી પુજા, નવમાં દિવસે સિધ્ધીક્ષત્રી પુજા આમ ચૈત્રી નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આધારા તેમજ અનુષ્ઠાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઈ છે. માતાના મઢ દર્શનાર્થી ભાવિકોએ માતાના મઢ ટ્રસ્ટીગણ દ્વારા મંદિરના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ગજુભા ચૌહાણ ભૂવા તરીકે સેવા આપે છે. સ્થાનિક કક્ષાએ વ્યવસ્થાપક તરીકે મયુરસિંહ જાડેજા સેવા આપે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટીઓ ખેંગરાજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર તથા સેવકગણ ખંત પૂર્વક સેવા આપે છે. માતાના ગઢ ટ્રસ્ટીગણની દરેક દર્શનાથીઓને સુચના હિન્દુ ધર્મ રીવાજ વસ્ત્ર પરીધાન પહેરવા, ધુમ્રપાન, નશાકારક પદાર્થ નિષેધ છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા. વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વે દુ:ખોનો નાશ થાય છે. લાખો શ્રધ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ થાય છે. સંકલન: વિનોદ પોપટ (રાજકોટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj