ચેક પરતના કેસમાં 9 માસની જેલ સજા

Crime | Jamnagar | 10 April, 2024 | 03:25 PM
સાંજ સમાચાર

જામનગર તા.10
 

ફરીયાદી પ્રકાશભાઈ જગજીવનભાઈ ફલીયા એ પોતાના મીત્ર જયેશભાઈ પ્રવીણભાઈ તન્નાને નાણાકીય જરૂરીયાત ઉપસ્થિત થતા રૂા. 90,000/-હાથઉછીના લીધેલ હતા. અને તે રકમની પરત ચુકવણી અર્થે આરોપીએ ફરીયાદી જોગ રૂા. 90,000/-પુરાનો ફરીયાદી જોગ ચેક લખી આપેલ હતો.

જે ચેક વસુલાત વગર પરત ફરતા આ કામના ફરીયાદી પ્રકાશભાઈ જગજીવનભાઈ ફલીયા ધ્વારા પોતાના વકીલ મારફત આ કામના આરોપીને નોટીસ મોકલાવેલ હોય, પરતું ત્યારબાદ પણ આ ચેક મુજબની રકમ પરત ન કરતા આ કામના ફરીયાદી ઘ્વારા આ કામના આરોપી વિરૂધ્ધ નેગો ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ - 138 મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ, અને વધુમાં આ કામના આરોપી જયેશભાઈ પ્રવીણભાઈ તન્ના નામદાર કોર્ટમાં હાજર રહેતા ન હોય, જેથી ફરીયાદીના વકીલ ધ્વારા આરોપી ઉપર નોન બેરેબલ વોરટ ઈસ્યુ કરાવે હોય, અને જેમા આરોપીની પોલીસ ઓથોરીટી દ્વારા કોર્ટમાં રજુ કરતા ફરીયાદીના વકીલની ધારદાર દલીલો ધ્યાને લઈને આરોપીને વોરટ રદ કરવાની અરજી પણ નામંજુર કરવામાં આવેલ હતી અને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ હોય, અને સમગ્ર કેસની કાર્યવાહી આરોપીની યુ.ટી.પી. એટલે કે જેલની અંદરની કરવામાં આવેલ હતી. અને જે ફરીયાદ ચાલી જતા કોર્ટ ઘ્વારા ફરીયાદીના વકીલની ધારદાર દલીલો તેમજ ફરીયાદીના વકીલ દ્વારા રજુ રાખવામાં આવેલ  ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈને નેગોસીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ અન્વયેની જેોગવાઈઓ ધ્યાને લઈને  કોર્ટ ઘ્વારા ફરીયાદીની ફરીયાદ મંજુર કરી આરોપી જયેશભાઈ પ્રવીણભાઈ તન્નાને  તકસીરવાર ઠરાવીને 9 માસની સજા અને ચેક મુજબ ની રકમ રૂા. 90,000/-પુરા નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવેલ અને તે દંડની રકમ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવા હુકમ ફરમાવવા આવેલ અને આરોપી આ દંડની રકમ ભરપાઈ ન કરે તો આરોપીને વધુ એક માસ સજાનો હુકમ ફરમાવેલ
ઉપરોકત કેસમાં ફરીયાદી મનીષ દિનેશભાઈ નંદા તરફે યુવા ધારાશાસ્ત્રી નયન એચ. કનખરા તથા કપીલ એન વસીયર તથા રોકાયેલ હતા

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj