જુનાગઢમાં જવેલર્સ પેઢી સાથે મેનેજરની 91 લાખની છેતરપીંડી

Crime | Junagadh | 18 May, 2024 | 11:17 AM
કારીગરને 1282.7 ગ્રામ કાચુ સોનુ આપ્યાની બોગસ એન્ટ્રી પાડી વિશ્વાસઘાત કર્યાનો ગુનો દાખલ; આરોપીની અટકાયત કરાઈ
સાંજ સમાચાર

જુનાગઢ તા.18
 જુનાગઢ છાપાબજારના હેઠણ ફળીયા વિસ્તારમાં એક નામાંકિત સોનીની પેઢી (અક્ષર જવેલર્સ)માં મેનેજરે પેઢીમાંથી રૂા.1282.7 ગ્રામ સોનુ કિંમત રૂા.91 લાખનું કારીગરોને આપેલ જેની કોટી એન્ટ્રી નાખી રૂા.91 લાખની છેતરપીંડી-વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ એ ડીવીઝનમાં નોંધાઈ છે.

 જુનાગઢ રાયજીબાગ અક્ષર ઈમ્પીરીયા બ્લોક નં.ડી 801માં રહેતા ફરીયાદી સુનીલભાઈ ધીરજલાલ રાજપરા (ઉ.42)એ એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવી છે કે તેમની પેઢીમાં છેલ્લા અઢી વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા કુતિયાણાના (મુળ) હાલ મધુરમ મંગલધામ-2 અમૃતનગરમાં રહેતદા મયુરભાઈ નાનજીભાઈ વાઘેલા અક્ષર જવેલર્સનું કામ સંભાળતા હોય તેમની આ પેઢીમાં ત્રણ ભાઈઓની સંયુકત રાજપરા પેઢી હોય સોનાના દાગીના બનાવી વહેંચવાનું કામ મોટાપાયે કરતા હોય અક્ષર જવેલર્સમાં 115થી વધુ કારીગરો સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે.

મેનેજર મયુર નાનજી વાઘેલા કારીગરોને કાચો માલ (સોનુ) દાગીના ઘડવા આપતો હોય જે એસજી પ્લસ સોફટવેર આપેલ જેમાં સોનાની આપ અને લેનું કામ તેના માટે હતું. તેની નીચે ચાર કારીગરો કામ કરતા હોય તેને માસિક રૂા.14 હજારનો પગાર આપવામાં આવે છે.

જેમાં મેનેજર મયુર વાઘેલાએ ગત તા.10-2-24થી 16-5-24 દરમ્યાન ખોટી એન્ટ્રી કરી 1282.7 ગ્રામ સોનુ કિંમત રૂા.91 લાખનું સ્ટોકમાં ખોટી એન્ટ્રીઓ કરી પેઢીના સ્ટોક મેળમાં સાચી એન્ટ્રીઓ, સ્ટોક બતાવી પેઢીનું કાચુ સોનુ 1282.7 ગ્રામ કિંમત રૂા.91 લાખની છેતરપીંડી- વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવતા એ ડીવીઝન પીઆઈ વી.જે. સાવજે ઈ.પી.કો. કલમ 409, 420, 465, 568, 471 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી આરોપી મયુર નાનજી વાઘેલાને એ ડીવઝન પીઆઈ વી.જે. સાવજ અને સ્ટાફે મોડી રાત્રીના દબોચી લઈ તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj