મોબાઈલ ફોનનું પાપ: મુંબઈમાં 12 વર્ષના સગીરે 15 વર્ષની બહેન પર દુષ્કર્મ આચર્યુ

India, Crime | 22 May, 2024 | 09:36 AM
પોર્ન ફિલ્મ જોયા બાદ કૃત્ય: માતા-પિતા ગર્ભપાત કરાવવા જતા ભાંડો ફુટયો
સાંજ સમાચાર

મુંબઈ,તા.22

મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સગીર છોકરાએ પોતાની જ 15 વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજારતા છોકરી ગર્ભવતી થઈ ગઈ છે. પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

રવિવારે પોલીસે 12 વર્ષના સગીર સામે તેની જ 15 વર્ષની બહેન પર દુષ્કર્મ ગુજારવા બદલ કેસ નોંધ્યો હતો. વાસ્તવમાં તેના માતા-પિતા તેમની પુત્રીની ત્રણ મહિનાની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ કારણે વાશી જનરલ હોસ્પિટલે મેડક્ષકો લીગલ કેસ એટલે કે એમએલસી વિશે માહિતી આપી હતી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

છોકરીએ પોલીસને જણાવ્યું હતું કે, બંને ભાઈ-બહેને પોર્ન જોયુ હતું અને ત્યારબાદ નાના ભાઈએ તેની સાથે સેકસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બંનેએ ડિસેમ્બરમાં પહેલીવાર સેકસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ તેમ કરી શકયા ન હતા. પરંતુ ત્યારબાદ દુષ્કર્મની ઘટનાએ આકાર લીધો હતો.

હકીકતમાં, અસફળ સેકસની ઘટનાના અમુક દિવસો બાદ છોકરાએ છોકરી સાથે સેકસ કરવાનો પ્રયત્ન કરતાં છોકરીએ ના પાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ છોકરાએ બળજબરી કરી હતી અને દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ પીડિતાને માસિક સ્ત્રાવ ન આવતાં માતાને આ ઘટનાની જાણ કરાઈ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj