સરધારમાં 16 વર્ષની સગીરા પર તેના જ પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું

Crime | Rajkot | 23 February, 2024 | 05:28 PM
♦ આજીડેમ પોલીસમાં આરોપી સુરેશ સોલંકી સામે ગુનો નોંધાયો, ધરપકડ કરવા તજવીજ
સાંજ સમાચાર

♦ આરોપી સગીરાના પિતાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો, સગીરા પર નજર બગાડી તેણી ઘરે એકલી હતી ત્યારે બળજબરીથી હવસ સંતોષી

 

રાજકોટ, તા.22
સરધારમાં 16 વર્ષની સગીરા પર તેના જ પિતાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો મળતા ખળભળાટ મચી ગયો છે. આજીડેમ પોલીસ સ્ટેશનમાં આરોપી સુરેશ સોલંકી સામે ગુનો નોંધાયો છે. તેની ધરપકડ કરવા પોલીસે તજવીજ કરી છે.

આ અંગે મળતી વિગત મુજબ, આજીડેમ પોલીસ મથકે આઇપીસી 376 અને પોકસો એકટ હેઠળ સુરેશ સોલંકી સામે ગુનો નોંધાયો છે. બનાવ સરધાર ગામનો છે. જ્યાં એક પરિવારની 16 વર્ષની દીકરી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગતા ગામમાં ખળભળાટ મચી ગયો છે.

ગત રાત્રે સગીરા અને તેના પિતા સહિતના પરિવારજનો આજીડેમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપી સુરેશ સોલંકી સગીરાના પિતાનો મિત્ર છે. તે અવારનવાર સગીરાના ઘરે આવતો અને પિતા સાથે બેસતો દરમિયાન હવસ ખોરે સગીરા પર નજર બગાડી હતી. ગમે તેમ કરી સગીરા થકી પોતાની હવસ સંતોષવા આરોપી તલપાપડ થયો હતો. દરમિયાન બનાવના દિવસે આરોપી સગીરાના ઘરે ચડી આવ્યો હતો.

અહીં સગીરાના પિતા સહિતના પરિવારજનો કામ પર ગયા હતા. સગીરા ઘરે એકલી જ હતી. સગીરાને એકલી જોઈ આરોપીનો હવસનો કીડો સળવળિયો હતો. અને બળજબરીથી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 

પરિવારજનો ઘરે આવતા સગીરાએ આપવીતી જણાવી હતી. જેથી પરિવાર પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યો હતો. પીઆઈ એ.બી. જાડેજાએ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj