ઉપલેટા પંથકમાં 16 વર્ષની સગીરા પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું

Crime | Dhoraji | 18 May, 2024 | 04:25 PM
આરોપીએ ઘર નજીક વંડા પાસે સગીરાને મળવા બોલાવી બદકામ કર્યું: બનાવની જાણ થયા બાદ પિતાએ ઠપકો આપતા સગીરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં રાજકોટ સારવારમાં ખસેડાઈ: ભાયાવદર પોલીસે દુષ્કર્મ -પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ.તા.18
ઉપલેટા પંથકમાં એક ગામમાં રહેતી સગીરા ઉપર તેના કૌટુંબિક કાકાએ જ દુષ્કર્મ આચર્યનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. જે અંગે  જાણ પરિવારજનોને થઈ જતા સગીરાને તેના પિતાએ ઠપકો આપતાં તરુણીને માઠું લાગી આવતાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે અંગે સગીરાની માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવને લઇ નરાધમ પ્રત્યે ફીટકારની લાગણી વરસી હતી.
બનાવ અંગે ઉપલેટા પંથકના એક ગામમાં રહેતા મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પોતાની 16 વર્ષની દીકરી પર દુષ્કર્મ થયા અંગે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 16 વર્ષની દીકરીને આરોપી એવા કૌટુંબિક કાકાએ ફોન કરી ઘર પાછળ વંડામાં મળવા માટે બોલાવી હતી. જેથી દીકરી વંડામાં કૌટુંબિક કાકાને મળવા માટે ગઈ હતી.

બાદમાં આરોપીએ સગીરાને પોતાની પાસે બેસવા માટે કહ્યું હતું. બાદમાં તેણે સગીરા સાથે જબરજસ્તી કરવાનું શરૂ કર્યું હતું. સગીરા ઇનકાર કરતા તેને પકડી રાખી બળજબરી કરી દુષ્કર્મ આચાર્ય હતું.

જેને લઇ સગીરા ભયભીત થઇ ગઈ હતી. બાદમાં આરોપી ત્યાંથી ભાગી જતાં સગીરા પણ પોતાના ઘરે ચાલી ગઈ હતી. સગીરા બહાર ગયા બાદ ઘરે પરત ફરતા વાર લાગી હોય જેથી તેના પિતાએ આ બાબતે પૂછતાં જેથી સગીરાએ પોતાના સાથે બનેલા આ કૃત્ય અંગેની વાત જણાવતા તેના માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા અને પગ નીચેથી જમીન શરકી ગઈ હતી. 

દરમિયાન ગુસ્સામાં આવી જઇ પિતાએ દીકરીને ઠપકો આપ્યો હતો. બાદમાં પિતાએ આપેલો ઠપકો અને સમાજમાં બદનામી થશે તેવા ડરથી સગીરાએ એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને પ્રથમ ભાયાવદર બાદમાં ઉપલેટા ત્યાંથી જુનાગઢ અને ત્યારબાદ રાજકોટ સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે સગીરાની માતાની ફરિયાદ પરથી ભાયાવદર પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 476(2),(1)  અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ભાયાવદર પોલીસ મથકના પીએસઆઇ આર.વી.ભીમાણીની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj