સુરત તા.30
થોડાક દિવસો પહેલાં સુરતના પૂણામાંથી 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયાની ઘટના સામે આવી હતી. જેમાં વિદ્યાર્થીના પિતાએ ફરિયાદ કરતાં પોલીસે CCTV ફૂટેજને આધારે તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસની ટીમે શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેને રાજસ્થાનના બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી લીધા છે અને તેમને સુરત લાવવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતના પૂણામાં એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. 11 વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તેમના પુત્રનું અપહરણ થયું છે. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતો તેમનો 11 વર્ષીય પુત્ર 25મીએ બપોરે ઘરે બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઇ ગયો હતો.
CCTV ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને 3 વર્ષથી ટ્યુશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી 23 વર્ષીય યુવતી તેને ભગાવી જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઇ હતી.
23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઇ જતી દેખાઈ આવી હતી.
છેલ્લા ચાર દિવસથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને બસમાં સફર કરીને સુરતથી 390 કિમીથી પણ વધુ દૂર પહોંચી ગયા હતા. આ દરમિયાન રાજસ્થાનના બોર્ડર પર શામળાજી પાસેથી ચાલતી બસમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy