લાખાપર ગામમાં આર્ટિગા કારની ઠોકરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

Crime | Rajkot | 22 May, 2024 | 11:54 AM
64 વર્ષીય મગનભાઈ ધરજીયા ગામમાં યોજાનાર સપ્તાહની બેઠકમાં હાજરી આપવા જતાં હતાં ત્યારે દુર્ઘટના ઘટી: પરિવારમાં કલ્પાંત: આજીડેમ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો
સાંજ સમાચાર

રાજકોટ. તા.22
લાખાપર ગામમાં આર્ટિગા કારની ઠોકરે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં નાના એવાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક 64 વર્ષીય મગનભાઈ ધરજીયા ગામમાં યોજાનાર સપ્તાહની બેઠકમાં હાજરી આપવા જતાં હતાં ત્યારે દુર્ઘટના ઘટી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના લાખાપર ગામે ચોરવાડી શેરીમાં રહેતાં મગનભાઈ ગગજીભાઈ ધરજીયા (ઉ.વ.64) ગઈકાલે બપોરે ગામમાં આવેલ રંગુન માતાજીના મંદિરે બાઈક લઈ જઈ રહ્યા હતાં ત્યારે પુરપાટ ઝડપે આવેલ આર્ટિગા કારના ચાલકે હડફેટે લેતાં તેઓ રોડ પર ફૂટબોલના દડાની માફક ફંગોળાયા હતાં. તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બાદમાં બનાવ સ્થળે એકઠાં થયેલ લોકોએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે વૃધ્ધને તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી મૃતકના પુત્ર વિપુલભાઈ ધરજીયાની ફરીયાદ પરથી અકસ્માત સર્જનાર આર્ટિગા કાર નં. જીજે.03.એલબી.5041 ના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વધુમાં મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે, તેમના પિતા ખેતમજૂરી કામ કરતાં અને તેઓ ત્રણ ભાઈ-બહેન છે. ગઈકાલે ગામમાં આગામી તા.23 થી યોજાનાર સપ્તાહની બેઠકમાં હાજરી આપવા માટે જતાં હતાં ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj