યાજ્ઞિક રોડ પર નંબર પ્લેટ વગરના બાઈક ચાલકે એસટી બસના ડ્રાઇવરને માર માર્યો

Crime | Rajkot | 15 April, 2024 | 04:30 PM
રામકૃષ્ણ આશ્રમ પાસે રાજકોટ-જામનગર રૂટની બસ સાથે બાઈક અથડાવી અજાણ્યાં શખ્સે એસટી ડ્રાઇવર પર હુમલો કર્યો: એ.ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.15
 

યાજ્ઞીક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસે રાજકોટ-જામનગર રૂટની બસ સાથે નંબર પ્લેટ વગરના બાઈક ચાલકે બાઈક અથડાવી અજાણ્યાં શખ્સે એસટી ડ્રાઇવર પર હુમલો કરતાં એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

બનાવ અંગે જામનગરમાં જવાહરનગરમાં રહેતાં મહેબુબભાઈ આદમભાઈ મેંડા (ઉ.વ.43) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ જામનગર એસ.ટી. ડેપોમાં તેર વર્ષથી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ રાજકોટ-જામનગર રૂટની બસ ચલાવે છે અને કંડકટર તરીકે જયપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ફરજ બજાવે છે.

ગઈ તા.13/04/2024 ના સવારના જામનગર ડેપોની રાજકોટ જામનગર રૂટની એસ.ટી બસ નં.જીજે-18-ઝેડ-8194 લઈ રાજકોટ બસ સ્ટેશન પર આવેલ અને ત્યાથી પરત જામનગર જવા માટે નીકળેલ અને યાજ્ઞીક રોડ પર રામકૃષ્ણ આશ્રમની આગળ હરીભાઈ હોલ વાળા ચોકમાં પહોંચતા ત્યા ટ્રાફીક હોય જેથી બસ ધીમે ધીમે ચલાવીને જતો હતો ત્યા રામકૃષ્ણ આશ્રમથી વીરાણી ચોક તરફ અન્ય એક એસ.ટી બસ વળાંક લેતી હોય અને તે એસ.ટી. બસની પાછળનો ભાગ તેઓની બસના આગળના ભાગ વચ્ચે થોડી જ જગ્યા હોય અને તે જગ્યામાથી એક અજાણ્યો બાઈક ચાલક ઓવરટેક કરીને બન્ને બસની વચ્ચેથી નીકળવા જતા બાઈક બસમાં આગળના ભાગમાં અડતા બાઈક ચાલકે કંટ્રોલ ગુમાવતાં બાઈક પટકાઈ હતી.

જેથી તેઓએ બસ તુરંત ઉભી રાખી દિધેલ અને અજાણ્યો બાઇલ ચાલક ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે આવી દરવાજો ખોલી કહેવા લાગેલ કે, બસ જોઈને તો ચલાવો જેથી તેને કહેલ કે, હું ધીમે ચલાવતો હતો જેથી ખ્યાલ આવતા તુરંત બસ રોકી દિધેલ હતી તેમ કહેતા તે ઉશકેરાઈ જઈ ગાળો આપી હાથ ખેંચતા તેઓ નીચે પટકાયેલા હતાં. બાદમાં તેઓને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો. 

દરમિયાન કંડકટર દોડી આવેલ અને 100 નંબરમાં કોલ કરતાં હુમલાખોર  અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો હતો. બાદમાં તેઓને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી જે બાઈક લઈ આવી માથાકૂટ કરી હતી તે બાઈકમાં નંબર પ્લેટ પણ ન હોવાનું સામે આવતાં પોલીસે અરોપીની સઘન તપાસ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj