રાજકોટ લોકસભાની ટીકીટ પર કડવા પાટીદાર મહિલાનો મજબુત દાવો

Politics, Woman | Rajkot | 26 February, 2024 | 05:43 PM
ઉડીને આંખે વળગતી પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડો. દીપિકાબેન સરડવાની સક્રિયતા : કિરણબેન માંકડીયા, જયોતિબેન ટીલવા પણ દાવેદાર : પરસોતમભાઇ રૂપાલાનો પણ વિકલ્પ : પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, પૂર્વ મહામંત્રી મનીષ ચાંગેલા, એડવોકેટ જે.સી.ફળદુ ઉપરાંત અલ્પેશ ઢોલરીયા પણ ચૂંટણી લડવા દાવેદાર બન્યા
સાંજ સમાચાર

રાજકોટ, તા. 26
વડાપ્રધાનની રાજકોટ મુલાકાત બાદ તાત્કાલીક આજથી રાજકોટ લોકસભાની બેઠકના ઉમેદવાર માટે ભાજપે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી લીધી છે ત્યારે રાજકોટની બેઠક પર આ વખતે બે કડવા પાટીદાર મહિલા ઉમેદવારના દાવા પણ આગળ આવ્યા છે. રાજકોટના વર્તમાન સંસદ સભ્યને બદલવામાં આવશે તેવી શકયતા વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રીનું નામ પણ સંભળાઇ રહ્યું છે. 

2014થી રાજકોટની બેઠક કડવા પટેલ ઉમેદવારને આપવામાં આવી રહી છે. બે ટર્મથી રાજકોટના સંસદ સભ્ય તરીકે મોહનભાઇ કુંડારીયા ચૂંટાઇ રહ્યા છે. આ રીતે દોઢ દાયકાથી ભાજપ કડવા પટેલને ટીકીટ આપે છે. આ વખતે  રાજકોટમાંથી બેક કડવા પટેલ મહિલા આગેવાનના નામ દાવેદાર તરીકે સંભળાઇ રહ્યા છે.

રાજકોટમાંથી સૌપ્રથમ વખત ચાર પૈકી બે-બે ટીકીટ મહિલાને આપવાનો રેકોર્ડ પણ ભાજપે ધારાસભામાં કર્યો હતો. હવે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ અને મુળ મોરબીના ડો.દીપિકાબેન સરડવાનું નામ બેક મહિનાથી વધુ આગળ આવ્યું છે.

અમદાવાદના  ડો. સચિન સરડવાના ધર્મપત્ની દીપિકાબેન ત્રણેક માસથી રાજકોટમાં સક્રિય છે.  લોકસભાના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં તેઓ મુખ્ય મહેમાન હતા. સંગઠન અને મહાપાલિકાના મુખ્ય જવાબદારો સાથે તેઓનું સંકલન છે. તમામ નેતાઓ તેમનાથી પરિચિત છે. રાજકોટમાં કડવા પટેલને ટીકીટ આપવાની થાય તો તેમનો દાવો મજબુત થશે. 

અન્ય કડવા પાટીદાર મહિલા અગ્રણી જયોતિબેન ટીલવાનું નામ પણ ચાલવા લાગ્યું છે. કલબ યુવીના મહિલા પાંખના પ્રમુખ જયોતિબેન સરદાર ધામ, વીવાયઓ સંસ્થા સાથે જોડાયેલા છે. જાણીતા ઉદ્યોગપતિના તેઓ બહેન થાય છે. જયોતિબેનની દાવેદારી પણ રાજકોટની ટીકીટ માટે માનવામાં આવે છે. 

જો મોહનભાઇ કુંડારીયાને રીપીટ કરવામાં ન આવે તો હવે રાજયસભામાંથી નિવૃત્ત થઇ રહેલા ભાજપના સીનીયર નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાને પણ રાજકોટમાંથી પાર્ટી ચૂંટણી લડાવી શકે તેવો મત છે. આજે ફટાફટ ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા બાદ ફાઇનલ નામ તો ઉપરથી જ આવવાનું છે. પરંતુ હાલ મહિલાઓના દાવા વધુ મજબુત થતા દેખાઇ રહ્યા છે.

બીજી તરફ પ્રદેશથી આવેલા નિરીક્ષકો સમક્ષ જે નામો આવ્યા છે તેમાં વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપરાંત  પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, પૂર્વ મહામંત્રી મનીષ ચાંગેલા, એડવોકેટ જે.સી.ફળદુ અને જિલ્લાના અગ્રણી અલ્પેશભાઇ ઢોલરીયાના નામ પણ નિરીક્ષકો સમગ્ર રજુ થયા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj