મોરબી જીલ્લામાં આચારસંહિતા અંતર્ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર 95 લાખનો ખર્ચ કરી શકે

Saurashtra | Morbi | 17 April, 2024 | 02:07 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) 
મોરબી તા 17

 

આચાર સંહિતા લાગુ થયા બાદ શું ન કરી શકાય? તેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી., કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી, અને જરૂરી જ હોય તો ચૂંટણી પંચની મંજૂરી બાદ જ બદલી કરી શકાય છે., સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય., ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે., કોઈ વિશેષ પાર્ટીને ફાયદો થતો હોય તેવા આયોજન કે યોજનામાં સરકારી નાણાં વાપરી નહીં શકાય., સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હટાવી દેવામાં આવે છે.,  મતદાનના દિવસે દારૂની દુકાનો બંધ રહે છે. મતદારોને દારૂ કે પૈસા આપવાની મનાઈ હોય છે., જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચાર સંહિતાનો ભંગ કરે તો ચૂંટણી પંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે.

મોરબી જિલ્લામાં પણ આદર્શ આચાર સંહિતા (એમસીસી) નો ભંગ બાબતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત જાગૃત નાગરિકો ઓનલાઇન પણ ફરિયાદ નોંધાવી શકે તે માટે તેમજ National Grievance Service Portal (www.eci.gov.in) તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ નિવારણ માટે cVIGIL એપ્લિકેશન બનાવવામાં આવી છે. cVIGIL એપ્લિકેશન મારફત મળેલી ફરિયાદનું માત્ર 100 મીનિટમાં નિવારણ કરવાની સાથે ફરિયાદીનું નામ ગોપનીય રાખવામાં આવે છે. દરેક જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને ચૂંટણી શાખા દ્વારા મીડિયા સેન્ટર અને ખઈખઈ સમિતિ બનાવવામાં આવે છે જેના દ્વારા મીડિયા સર્ટિફિકેશન અને મોનીટરીંગની કામગીરીના ભાગરૂપે સ્થાનિક ન્યુઝ ચેનલ ઉપર ઉમેદવાર દ્વારા કરવામાં આવતા પ્રચાર ઉપર બાજ નજર રાખી તમામની નોંધણી કરવામાં આવે છે. અહિ રસપ્રદ બાબત એ છે કે, દરેક ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ વિવિધ વસ્તુઓ અને બાબતોના નક્કી કરવામાં આવેલા ભાવો મુજબ જ ખર્ચ કરી શકે છે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા રૂ. 95,00,000/- ચૂંટણી પંચ દ્વારા નક્કિ કરવામાં આવી છે. કોઇ ઉમેદાવાર તેનાથી વધારે ખર્ચ ના કરે તે માટે વિવિધ ટીમો આ ખર્ચ ઉપર નજર રાખે છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj