કાલાવડમાં યોજાયેલ ચેસ ટુર્નામેન્ટનું રંગારંગ સમાપન

Local | Jamnagar | 17 April, 2024 | 02:48 PM
સાંજ સમાચાર

જામનગર તા.17
 

ભાટિયા જ્ઞાતિબંધુઓમાં ભાતૃત્વ ભાવ વધે તેવા શુભ હેતુથી સમસ્ત ભાટિયા મહાજન ગુજરાત દ્વારા અલગ-અલગ ગામોમાં યુવાનો માટે ક્રિકેટ, બહેનો માટે રાસગરબા, સ્નેહ. મિલન, સમૂહ લગ્ન જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

સમસ્ત ભાટિયા મહાજન ગુજરાતના યુવા પ્રમુખ સંજયભાઈ આશરના નેતૃત્વમાં કાલાવડ ભાટિયા મહાજનના સહયોગથી ગત તા. 6 અને 7 એપ્રીલના રોજ કાલાવડ ખાતે ગં.સ્વ. મંજુલાબેન નરોતમદાસ ગાજરિયા ટ્રોફીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ, ટંકારા, ભુજ, કાલાવડ, ગોંડલ, અંજાર, જામનગર, અમદાવાદ, કંડોરણા, અમરેલીની ટીમોએ ભાગ લીધેલ. અત્યંત રસાકસી ભર્યા મેચોઅને સીકસર ની વરસાદ દ્વારા ખેલાડીઓએ ઉપસ્થિત જ્ઞાતિબંધુઓના મન મોહી લીધેલ હતા.ફાઈનલ મેચ અંજાર અને ગોંડલની ટીમ વચ્ચે રમાયેલ જેમાં અંજાર ની ટીમ વિજેતા થયેલ. ચેમ્પીયન તથા રનર્સઅપ ટીમને દાતાશ્રી, બોલીવુડના કલાકારો તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે ઈનામો અપાયેલ. આ ઉપરાંત પ્રતિવર્ષ યોજાતી ગો.મુ. પાનવાલા રનીંગ શીલ્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન પણ તારીખ 7 ના રોજ કરવામાં આવેલ, જેનું સમગ્ર સંચાલન જયસિંહભાઈ નેગાંધીએ કરેલ હતું.

આ બન્ને કાર્યક્રમોની વિશેષતા એ રહી કે બોલીવુડમાં ગદર, ગદર-2, વેલકમ બેક, રાઉડી રાઠોડ સહિત 300 જેટલી ફીલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર કલાકાર  મુસ્તાકખાન’ ખાસ ઉપસ્થિત રહી, ખેલાડીઓનો ઉત્સાહ વધારેલ. તેઓની સાથે ભાટિયા જ્ઞાતિના ફિલ્મ - ટી.વી. એકટર જેઓએ 40 થી વધુ હિન્દી ફીલ્મો, 40 જેટલી બેવસીરીઝ, અનેક જાહેરાતોમાં કામ કરેલ છે તેવા  મુકેશ કપાણી તેમજ ધ ગ્રેટ ઈન્ડિયન લાફટર ચેલેન્જ ફેમ જામનગરના ઈન્ટરનેશનલ કલાકાર ધારશી બરડીયાએ પોતાના વિશિષ્ટ અંદાજમાં ચાલુ મેચે સૌનું મનોરંજન પૂરું પાડેલ હતું.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સર્વ મનીષભાઈ નેગાંધી, અશોકભાઈ ગાંધી, કેતનભાઈ આશર, ચત્રભુજભાઈ, મિતેનભાઈ આશર, મનહરભાઈ આશર, રમેશભાઈ વેદ સહિત કાલાવડ ભાટિયા મહાજનના હોદેદારોએ જહેમત ઉઠાવેલ હતી

બે દિવસીય ટુર્નામેન્ટના ભવ્ય આયોજનમાં સહભાગી થનાર સર્વે મહાજનના અગ્રણીઓ, હોદેદારો, દાતાશ્રીઓ, જ્ઞાતિબંધુઓ તથા ખેલાડીઓનો શ્રી સમસ્ત ગુજરાત ભાટિયા મહાજન વતી પ્રમુખ સંજયભાઈ આશર તથા સેક્રેટરી અમીતભાઈ ગાંધીએ આભાર વ્યકત કરેલ હોવાનું અખબારી યાદીમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj