રૂા.3 લાખનો ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ દાખલ

Crime | Rajkot | 24 February, 2024 | 04:21 PM
સોની કામ કરતા નલીનભાઇ ઝવેરીએ સંબંધના દાવે જીજ્ઞેશ શાહને હાથ ઉછીની રકમ આપી હતી, જે ચુકવવા આપેલો ચેક રિટર્ન થયો છે
સાંજ સમાચાર

રાજકોટ, તા.24

શહેરમાં નલીન હરીલાલ ઝવેરીએ કે જેઓ પોતે સોનીકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓએ પોતાના મિત્ર જીજ્ઞેશ પ્રમોદ શાહને મિત્રતાના દાવે રકમ નાણાની જરુરીયાત ઉભી થતાં નલીનભાઇ પાસે રૂા.3 લાખની માંગણી કરી હતી

જે રકમ નલીનભાઇએ સંબંધના દાવે આપતા અને જેના અનુસંધાને જીજ્ઞેશ શાહએ ચેક આપતા તે ચેક પરત ફરતા અદાલત સમક્ષ ફરિયાદ નોંધાઇ છે.આ કેસમાં નલીનભાઇ ઝવેરીએ પોતાના મિત્ર જીજ્ઞેશ શાહને મિત્રતાના દાવે નાણાની જરુરીયાત ઉભી થતાં નલીનભાઇ પાસે રૂા. 3 લાખની માંગણી કરેલ હતી. જે રકમ નલીનભાઇએ સંબંધના દાવે આપેલ હતી અને જેના અનુસંધાને જીજ્ઞેશ શાહએ નલીનભાઇની તરફેણમાં પ્રોમેસરી નોટો લખી આપેલ હતી. સમય મર્યાદા પૂર્ણ થતાં ફરિયાદી નલીનભાઇએ પોતાના હાથ ઉછીની રકમ પરત માંગતા જીજ્ઞેશ શાહએ પ્રોમેસરી નોટ લખતી વખતે જે ચેક આપેલ હતો

તે ચેક બેંકમાં નાખવાનું જણાવતા નલીનભાઇ દ્વારા ચેક બેંકમાં ભરતા ચેક પરત આવતા તુરંત જ તેઓએ જીજ્ઞેશ શાહને નોટીસ આપેલ હતી તેમ છતાં પણ તેઓની રકમ ન આપતા નાછૂટકે ચેક પરત ફરતા રાજકોટની અદાલતમાં ફરિયાદ કરતાં રાજકોટની અદાલત દ્વારા તેઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ કરેલ છે. આ કેસમાં મુળ ફરિયાદી વતી એડવોકેટ કમલેશભાઇ શાહ, જીજ્ઞેશ શાહ, સુરેશ દોશી, જતિન પંડ્યા, ધવલ પડીયા, જીગર સંઘવી, કૌશલ મહેતા રોકાયેલ હતાં.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj