સુરેન્દ્રનગરના ખેરાળી પાસેની નર્મદાની કેનાલમાં ટ્રેકટર સાથે દંપતિ ડૂબી જતાં બંનેના મોત

Local | Surendaranagar | 17 April, 2024 | 12:44 PM
જિલ્લામાં નર્મદાની કેનાલો જીવલેણ સાબિત : છેલ્લા 180 દિવસમાં 27 લોકોના કેનાલમાં જ ડૂબી જવાથી મોત : નર્મદાની કેનાલો આત્મહત્યા માટેનું એપિક સેન્ટર બની : મુખ્ય અને માઇનોર કેનાલ ફરતે કોઈ ફિનિશિંગની વ્યવસ્થા ન હોવાથી કેનાલોમાં આત્મહત્યા અને અકસ્માતના બનાવો વધ્યા..
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ મામલે એક તરફ એવું કહેવામાં આવતું હતું કે ખેડૂતોની જીવા દોરી સમાન સુરેન્દ્રનગર જિલ્લાની નર્મદાની કેનાલો છે પરંતુ હવે જાણે નર્મદાની કેનાલો આત્મહત્યા તેમ જ મોતનું એપિક સેન્ટર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની દુધરેજ તેમજ અન્ય જગ્યાઓ પરથી પસાર થતી કેનાલોમાં રોજબરોજ મૃતદેહો મળી આવતા હોય છે અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમો દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવતા હોય છે ત્યારે છેલ્લા 180 દિવસમાં 27 લોકોના નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે મોત થયા છે.

ત્યારે સુરેન્દ્રનગરના ખેરાળી ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ટ્રેક્ટર સાથે દંપતી ખાબકયુ છે બંનેના મોત નીપજવા પામ્યા છે ત્યારે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના એ જ ગામના ખેડૂત દંપતિ ખેતી કરવા જતા હતા તે દરમિયાન અચાનક ટ્રેક્ટરનું સ્ટેરીંગ લોક થઈ ગયું હતું અને ત્યારબાદ આ ટ્રેક્ટર રહે છે તે પાણી ભરેલી કેનાલમાં ખાબકીવું હતું અને બંને દંપતી ડૂબી ગયા હતા અને તેમના મોત નીપજવા પામ્યા છે.

ત્યારે મળતી વિગતો અનુસાર બાબુભાઈ તેમજ તેમના પત્ની અણસુંયાબેન નું મોત નીપજવા પામ્યું છે આ સંદર્ભ ઢોરાવ નગર પોલીસ ઘટના કરે દોડી ગઈ છે અને સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા બંનેની ડેડબોડી ની શોધ ધોરણે હાથ ધરવામાં આવતા પ્રથમ પત્નીની ડેટબોડી બહાર આવી છે.

મૃતક દંપતીને બે સંતાન પણ છે અને ખેતી કામે જતા હતા તે દરમિયાન સ્ટેરીંગ લોક થઈ જતા ટ્રેક્ટર સાથે તે કેનાલમાં ખબકયા હતા બંનેના મોત નીપજવા પામ્યા છે. આજ સંદર્ભે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવ્યું છે અને નર્મદાની કેનાલ બંધ કરવામાં આવી છે અને હાલની પરિસ્થિતિ મુજબ જે પત્ની છે તેની ડેડબોડી મળી આવી છે અને પતિની ડેડબોડી હજુ પણ લાપતા છે ત્યારે મોટી સંખ્યામાં આ પ્રકારની ઘટના બન્યા બાદ સગા સ્નેહી જનો નર્મદાની કેનાલ ખાતે દોડી આવ્યા છે.

ત્યારે ઘટનાને લઇ અને સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા પણ ત્યાં ઘટનાની મુલાકાત લઈ અને પરિવારને સાંત્વના પાઠવિ છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર નર્મદાની કેનાલો જીવલેણ સાબિત થઈ રહી છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ને આજુબાજુના લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે જે નર્મદાની કેનાલો આવેલી છે તેની ફરતે બે ફૂટ જેટલી પાડ્યો કરાવવામાં આવે અથવા તો ફિનિશિંગ કરાવવામાં આવે જેથી જે દુર્ઘટનાઓ બની રહી છે તે અટકે અને અકસ્માતો તેમજ અન્ય બનાવવામાં પણ જે લોકોના મોત નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી થઈ રહ્યા છે તેમને પણ બચાવી શકાય.

ધોળીધજા ડેમ પણ પીવાના પાણી માટે આરક્ષિત
હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને બહાર પહોંચ્યો છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે ક્યારે યુવા વર્ગો હોય છે નાના બાળકો હોય છે તે સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ કે જે પીવાના પાણી માટે આરક્ષિત ડેમ છે તેમાં નાહવા માટે જતા હોય છે ત્યારે તેમાં નાહતા હોવાના નજરે પડતા હોય છે ત્યારે હવે તંત્ર એ ધ્યાન રાખવું જરૂરી છે કે જે ડેમ આવેલો છે ત્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે કોઈ મોટી દુર્ઘટના અથવા બાળકો ડેમમાં ડૂબી જવાના બનાવ બને એ પહેલાં ખુશ્બ વંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગણી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જોડી રજા ડેમ આવેલો છે ત્યાં કોઈ સિક્યુરિટી હોતી નથી અને ત્યાં બાળકો નાના યુવા વર્ગો સહિતના લોકો ગરમીથી બચવા માટે ડેમમાં જતા હોય છે ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે ધ્યાન રાખવું પણ હવે જરૂરી છે.

ટ્રેકટરનું સ્ટેરીંગ લોક થઈ જતા 20 ફૂટ પાણીથી ભરેલી કેનાલમાં ટેકટર ખાબક્યું 
જે ઘટના બની છે નર્મદાની કેનાલમાં દંપતિનું ડૂબી જવાથી મોત નીપજવા પામ્યો છે હજી પત્નીની ડેટબોડી મળી છે પતિની શોધ પણ હજુ ચાલુ છે. ત્યારે ટ્રેક્ટરનું સ્ટેરીંગ લોક થઈ ગયા બાદ આ પ્રકારની ઘટના બની હોવાનો પ્રાથમિક કારણમાં આજુબાજુના લોકો જણાવી રહ્યા છે 20 ફૂટ પાણીથી ભરેલી કેનાલમાં ટ્રેક્ટર પડ્યું તેને લઈને પતિ બાબુભાઈ તેમાં તેમના પત્ની અનસુયાબેન પાણીમાં ઘરકાવ બન્યા અને બંનેના મોતની નિપજ્યા હજુ ફાયર બ્રિગેડ ની ટીમ એક ડેટ બોડી શોધી રહી છે પત્નીની ડેટબોડી મળી આવી છે તેમને પીએમ માટે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જોકે પરિવાર આ ઘટનાને લઇ શોકમગ્ન બન્યો છે મૃદુતક દંપતીને સંતાનમાં બે બાળક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જોકે સ્થાનિક પ્રશાસન વિભાગ અને ધારાસભ્ય દ્વારા શાંતવના પાઠવવામાં આવી છે.

સુરેન્દ્રનગરની કેનાલો મોતની સોદાગર સાબિત થઈ
180 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી અલગ અલગ કેનાલોમાં 27 લોકોના ડૂબી જવાથી મોત નીપજવા પામ્યા છે ત્યારે આત્મહત્યા તેમ જ આકસ્મિક બનાવતી 27 લોકોએ નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે જિંદગીઓ ગુમાવી છે જાણે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે કેનાલો પસાર થઈ રહી છે તે મોતની સોદાગર બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે કેનાલો હોય છે તેની ઉપર કોઈ સિક્યુરિટીની વ્યવસ્થા હોતી નથી ફિનિશિંગ મોટું ત્યારે મોટાભાગે આત્મહત્યાના બનાવો બનતા હોય અને કેનાલ નો ઉપયોગ કરવામાં આવતા હોવાનું એક તારણમાં સામે આવ્યું છે આ સંદર્ભે આગામી દિવસોમાં સુરેન્દ્રનગરની કેનાલો ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે અને ફિનિશિંગ કરવામાં આવે જેથી આત્મહત્યાના બનાવો જે બની રહ્યા છે તે અટકાવી શકાય.

સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા એ તાત્કાલિક નર્મદાની કેનાલ બંધ કરાવી
સુરેન્દ્રનગર માણોદ કેનાલ ઉપર ટ્રેક્ટર સાથે દંપતિ કેનાલમાં ખાબકી હતું કેનાલમા પાણી ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આ પ્રકારની ઘટના બની દંપતિ પાણીમાં ડૂબ્યા બાદ બંનેની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી સ્થાનિક તરવૈયાઓની ટીમ પણ કામે લગાવવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમો પણ કામે લગાવવામાં આવી હતી ઘટનાની જાણ થતા ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા પણ ત્યાં દોડી ગયા હતા અને તાત્કાલિક ધોરણે નર્મદાની કેનાલમાં પાણી બંધ કરાવવામાં આવ્યું હતું.

મૃતદેહોને બહાર કાઢવા અંગેની ટીમો કામે લગાવવામાં આવી હતી અને ઘટનાની જાણ થતા પરિવારને પણ સાંત્વના સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી હતી અને અગામી દિવસોમાં કેનાલની ફરતે ફિનિશિંગ અને બે ફૂટ જેટલું ચણતર કરવા અંગેની સરકારમાં રજૂઆત કરી અને આ પ્રકારની કામગીરી કરવા અંગેની ખાતરી પણ આપવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj