જયપુર :
IPL 2025માં સળંગ પાંચ હાર બાદ ભા રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે ગુજરાત ટાઇટન્સ સામે જીત નોંધાવી હતી. ગુજરાતે કેપ્ટન શુભમન ગિલની શાનદાર ઇનિંગ્સની મદદથી ચાર વિકેટ ગુમાવીને 209 રન ફટકાર્યા હતા. રાજસ્થાને વૈભવ સૂર્યવંશીની ભારતીય તરીકે IPL ની ફાસ્ટેસ્ટ 35 બોલની સેન્ચુરીના આધારે 15.5 બોલમાં બે વિકેટ ગુમાવીને 212 રન ફટકારીને 210 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
14 વર્ષ 32 દિવસની ઉંમરે T20માં સેન્ચુરી ફટકારનાર યંગેસ્ટ પ્લેયર બનેલા વૈભવને કારણે રાજસ્યાને જયપુરમાં ગુજરાત સામે પહેલી જીત નોંધાવી હતી.
ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઊતરનાર ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 બોલમાં 84 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. તેણે સાઈ સુદર્શન (30 બોલમાં 39 રન) સાથે 93 રનની ઓપનિંગ અને જોરા બટલર (26 બોલમાં 50 રન અણનમ) સાથે બીજી વિકેટ માટે 74 રનની પાર્ટનરશિપ કરી હતી.
રાજસ્થાન માટે શ્રીલંકન સ્પિનર મહેશ થીક્ષણા (35 રનમાં બે વિકેટ)એ સૌથી વધુ સફળતા મેળવી આ ટુર્નામેન્ટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી હતી.
210 રનના ટાર્ગેટ સામે મંગેસ્ટ ઓપનિંગ જોડી યશસ્વી જાયસવાલ (40 બોલમાં 70 રન અન્નનમ) અને વૈભવ સૂર્યવંશી (38 બોલમાં 101 રન) એ રાજસ્થાન માટે કોઈ પણ વિકેટની હાઈએસ્ટ 166 રનની ભાગીદારી કરી હતી.
પાવરપ્લેમાં રાજસ્થાન માટે હાઈએસ્ટ 87 રનનો સ્કોર પણ આ મેચમાં થયો હતો. અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માની ઓવરમાં ર6 રન અને મીડિયમ ફાસ્ટ બોલર કરીમ જન્નતની ઓવરમાં 30 રન ફટકારનાર વૈભવ વર્તમાન સીઝનની 17બોલની ફાસ્ટેસ્ટ ફિફટી પણ ફટકારી હતી.
કેપ્ટન રિયાન પરાગે (15 બોલમાં 32 રન અણનમ) પચીસ બોલ પહેલાં વિનિંગ સિક્સર ફટકારીને પ્લેઓફ માટેની ધૂંધળી આશા જીવંત રાખી હતી. સાત બોલર્સનો ઉપયોગ કરનાર ગુજરાત માટે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કિષ્ના અને સ્પિનર રાશિદ ખાનને જ એક-એક સફળતા મળી હતી.
≈ 11 : આટલી હાઈએસ્ટ સિક્સર રાજસ્થાન માટે એક IPL ઈનિંગ્સમાં ફટકારી વૈભવ સૂર્યવંશીએ.
≈ 72.41 : આટલી હાઈએસ્ટ ઍવરેજથી IPL માં રન ફટકારનાર ઓપનિંગ જોડી બની છે શુભમન ગિલ અને સાઈ સુદર્શનની.
≈ 15.5 : આટલી ઓવરમાં ફાસ્ટેસ્ટ 200 પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો IPL રેકોર્ડ કર્યો રાજસ્થાન રોયલ્સે.
IPL પોઇન્ટ ટેબલ
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy