ગોંડલમાં ફેબ્રિકેશનના વેપારીને 140 યુનિટનું રૂ2.77 કરોડનું વીજબીલ ફટકારાયું

Local | Gondal | 02 April, 2024 | 11:17 AM
બીલની રકમ જોઈ વેપારીને ચકકર આવી ગયા અંતે વીજકંપનીએ ભુલ સ્વીકારી
સાંજ સમાચાર

(ભુપેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.2
 

ગોંડલમાં વીજબિલની અધધધ રકમ જોઈને વેપારીને ચક્કર ચડી ગયા હતા. ફેબ્રિકેશન કામ કરતા વેપારીના ઘરે 140 યુનિટનું રૂ।,77,33,330 વીજ બિલ ફટકરવામાં આવ્યું હતુ. સિંગલ ફેઇસ 140 યુનિટનું વીજ બિલ 2.77 કરોડ આવતા વેપારીનો જીવ અધ્ધર થયો હતો.બાદ માં પીજીવીસીએલ દ્વારા ભુલ સુધારી લઈ રૂ।01 નું બીલ આપતા વેપારીએ હાશકારો અનુભવ્યો હતો.

ગોંડલમાં નેશનલ હાઇવે પર ઉર્જા રેસિડેન્સીમાં રહેતા અને ફેબ્રિકેશનનુ કામ કરતા નાનજીભાઈ સાકરિયાના ઘરે લાઈટ બિલની અધધ રકમનું બિલ આવ્યું હતુ. તેમના મોબાઈલ પર ગત 30 તારીખે બપોરે 4.00 વાગ્યે મેસેજ આવ્યો હતો. મેસેજમાં રકમ જોઈને નાનજીભાઈને ચક્કર આવી ગયા હતા. તેમણે પોતાની કોઈ ભૂલ નથી થતીને તેનું વેરીફાઈ કરવા માટે મેસેજને બે ત્રણ વાર ધ્યાનથી વાંચ્યો હતો. મેસેજ વાંચીને તેમને પોતાની આંખો પર વિશ્વાસથતો ન હતો. સિંગલ ફેઇસ અને 140 યુનિટ રીડિંગનું રૂ,77,33,330 બિલનો મેસેજ આવ્યો હતો. 

2.77 કરોડની રકમ વાંચીને નાનજીભાઈ ઘરે દોડી આવ્યા હતા. તેમણે મીટરમાં વપરાયેલા યુનિટ વાંચ્યા હતા. બીલમાં ગત માસમાં વપરાયેલા યુનિટ પણ ચકાસ્યા હતા. 140 યુનિટ વીજળીનો વપરાશ નું આશરે રૂ।વસો થી હજાર નું બિલ થાય છે. તેની સામે વીજ કંપની 2.77 કરોડ વીજબિલ આવ્યુ હતું.
અધધધ બીલ અંગે વિજ કંપનીમાં સંપર્ક કરતા પીજીવીસીએલના નાયબ ઈજનેર સંદીપ સી. હિરાણી એ જણાવ્યું હતું કે ભુલ થઈ હોઈ આંકડો  મિસ્ટેક થઈ ગયો હોય અથવા તો પંચિંગ મિસ્ટેક થઇ ગઇ હોઈ શકે. પોઇન્ટ પછી ના આંકડા નાખી દીધા હોઈ તો એવું પણ થઈ શકે અથવા તો મીટર જમ્પિંગ થયું હોઇ તો ફોલ્ટ નું બિલ આપીએ અને મોબાઈલમાં જો મેસેજ આવ્યો હોઈ તો એ ફ્રોડ પણ હોઈ શકે.પીજીવીસીએલની સાઇટ પર થી મેસેજ હોય તો માન્ય ગણી શકીએ આવો ઇસ્યુ હોઇ શક્ય જ નથી.

પીજીવીસીએલનાં નાયબ ઇજનેર ને રજુઆત બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા તત્કાલ બીલ આપનાર કર્મચારી નાનજીભાઇ નાં ઘરે દોડી જઇ ફરી ચકાસણી કરી ડીઝીટલ મીટર માં આંકડા જોઈ 150 યુનિટનું રૂ।01 બીલ આપતા નાનજીભાઇ નાં શ્ર્વાસ હેઠા બેઠા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj