► સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદોને શ્રદ્ધાંજલી સહિતના કાર્યક્રમો
રાજકોટ, તા.24
દર વર્ષ ની આ વર્ષે પણ રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા રાજકોટ ખાતે 8 મા વર્ષે એક ભવ્ય રાષ્ટ્ર ગૌરવ યાત્રા નું આયોજન કરવામા આવેલ છે.આ યાત્રા નું મુખ્ય આકર્ષણ ભારત માતા નો મુખ્ય ફ્લોટ, શહીદ ફુટીર તથા 251 ફૂટ લંબાઈ ધરાવતો રાષ્ટ્ર ધ્વજ રહેશે જેને ચાલી ને સમગ્ર રૂટ માં લઇ જવામાં આવશે. આ યાત્રા માં ભારત માતા તેમજ અલગ અલગ સ્વતંત્રતા સેનાનીઓના જીવંત પાત્રો પણ રહેશે. યાત્રા ની પુર્ણાહુતી બાદ સમૂહ ધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્ર ગાન, શહીદો ને સમૂહ શ્રદ્ધાંજલી તેમજ ભારત માતા નું કુમ કુમ, ફૂલ દ્વારા પૂજન કરવામાં આવશે.જાહેર યાત્રામાં નારી શક્તિ નું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમ માં પુરુષો સાથે ખભે ખભો મિલાવી ને કામ કરી શકે છે.
તે બતાવવા બહેનો પણ બાઈક લઈને તથા ચાલીને મોટી સંખ્યા માં જોડાશે. સમગ્ર રૂટ દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભક્તિ ના ગીતો પર રાષ્ટ્રપ્રેમીઓ જૂમશે. યાત્રા નું જુદી જુદી સંસ્થાઓ દ્વારા રૂટ દરમિયાન પુષ્પો થી તથા અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે.
યાત્રા નું પ્રસ્થાન સવારે 09:00 વાગ્યે બાલભવન ગેટ કિશન પરા ચોક,જિલ્લા પંચાયત ચોક,ડો. યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ,સાંગણવા ચોક,રાજેશ્રી સિનેમા ,સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્ર રોડ,કોઠારીયા નાકા સોનીબજાર ચોક,ગરુડ ગરબી ચોક રામનાથપરા - સમાપન સવારે 12:00 વાગ્યે રાખેલ છે.
આ કાર્યક્રમ અંતર્ગત ધ્રુવ કુંડેલ, ભાવિન સ્વેની, કલ્પેશ ગામરા ,આશીષ સોની, વિશાલ કવા, કાના ભાઈ કુબાવત ,અભિષેક આશરા, આશાબેન ભટ્ટી, વંદના સેજપાલ, જાગૃતિબેન ખમાણી એ સાંજ સમાચાર ની મુલાકાત લીધી હતી.
► યાત્રાના આકર્ષણો
251 ફુટ નો રાષ્ટ્ર ધ્વજ
દેશ ના શહીદો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમર જવાન ફ્લોટ્સ બનાવાશે.
જલીયાવાલા બાગ થી આવેલ શહીદો ના રક્તની માટી
ફ્રીડમ ફાઈટર ના જીવંત પાત્રો જેવાકે ભારત માતા, ભગતસિંહ, ગાંધીજી, જાસી કી રાની બનીને ભૂલકાઓ આવશે.
પુણા હુતી સ્થાન પર આર્મી ના અફસર દ્વારા પ્રથમ ભારત ના રાષ્ટ્ર ધવજ ને ફરકાવવા આવશે અને સમૂહ મા ધવજ વંદન કરવામાં આવશે
સ્ટેજ પર સમૂહ મા લોકો દ્વારા ભારત માટે શહીદ થયેલ જવાનો નો પુષ્પાંજલિ પાઠવવામાં આવશે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy