રાજકોટ, તા.24
રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી રાજકોટમાં શ્રી દશનામ ગોસ્વામી સમાજ શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા દેવાધી દેવ મહાદેવ શિવની આરાધના કરવા માટે અને સતત બારમાં વર્ષે શિવ રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે.
દેવાધિદેવ મહાદેવની સવારીમાં ઘોડા હાથી અને ઊંટનો કાફલો તો હશે જ તે ઉપરાંત અવનવા ધાર્મિક તેમજ સામાજિક મહત્વ સમજાવતા ફ્લોટ્સ પણ હશે. ધૂન અને રાસની રમઝટ બોલાવશે નાના બાળકો ભૂલકાઓ કોઈ શિવ કોઈ પાર્વતી કોઈ હનુમાનજી કોઈ રામ બની સૌ કોઇનું મન મોહી લેશે. રથયાત્રામાં બાર જ્યોતિર્લિંગમાં છેલ્લું જ્યોતિર્લિંગ ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ રૂપે મુખ્ય રથમાં બિરાજમાન થશે. સનાતન ધર્મ શિવ રથયાત્રાનું આયોજન શિવ રથયાત્રા સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવે છે.
જેના ભાગરૂપે શિવ રથયાત્રા કાર્યાલયનું ઉદઘાટન તારીખ. 26/01/2025 ને રવીવાર ને સાંજે 5:00 વાગ્યે શ્રી ભગતસિંહ કોમ્પ્લેક્સ, સુતા હનુમાનજી મંદિરની સામે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે થવા જઇ રહ્યું છે. આ આયોજન અંતર્ગત આયોજકો ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, ગૌતમગીરી ચમનગીરી, સુરેશગીરી શાંતિગીરી, આશીષગીરી મગનપુરી, સંજયગીરી રાજેન્દ્રગીરી, જેનિસભારથી મૂકેશભારથી, ભાવેશગીરી નટવરગીરી, ગૌરવભારથી વિજયભારથી, ઋષિતગીરી રાજૂગીરી, પ્રતીકગીરી કમલેશગીરી કૈલાશગીરી હંસગીરી, અમિતગીરી રાજેશગીરી અક્ષાંશગીરી હસુગીરી, હરેશભારથી હસમુખભારથી એ સાંજ સમાચારની મુલાકત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy