રાજકોટ, તા.20
લોહાણા સમાનના કુળદેવતા, આરાધ્ય દેવ, ગૌ ઉપાસક,વીર દાદા જસરાજજીના 22 જાન્યુઆરીએ શૌર્યદિન નિમિત્તે રાજકોટમાં રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેસકોર્ષ ખાતે 21 જાન્યુઆરીની રાતે ગૌ શાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય મયૂર નથવાણી (દ્વારિકાધિશ હોટલ), નિરવ રાયચુરા (સનાતન નવરાત્રી ગ્રુપ) દ્વારા 21 જાન્યુઆરીની રાતે રેસકોર્સ મેદાન ખાતે રાતે 8-00 વાગ્યે ગૌ-શાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયરામાં ગુજરાતના નામાંકિત લોક સાહિત્યકાર દેવાયતભાઇ ખવડ અને લાખણશીભાઇ ગઢવી પોતાની આગવી શૈલીમાં વીરરસ તથા લોક સાહિત્યની રંગત સાથે શ્રોતાઓને રસ તરબોળ કરી દેશે. આ લોક ડાયરામાં બન્ને લોક સાહિત્યકારને મીતભાઇ દેસાણી અને સુખદેવભાઇ આહિર સાથ આપશે.
આ લોક ડાયરાનો મુખ્ય હેતુ રાજકોટ શહેર અને જિલ્લામાં હજ્જારો ગૌ-માતાઓનો નિભાવ કરતી ગૌ-શાળાને મદદરૂપ થવાનો છે. ડાયરા થકી જે કાંઇ ભંડોળ એકત્ર થશે એ તમામ ભંડોળ ગૌ-માતાને અર્પણ કરી રાજકોટ શહેર,જિલ્લાની ગૌ-શાળાને આપવામાં આવશે.આ આયોજન અંતગર્ત મયુર નથવાણી, નિરવ રાયચૂરા, ઋષિ ગણાત્રા ,રવિ માણેક, ભાવેશ સયાણી, હર્ષ પૂજારા, ચંદન પૂજારા,જયદિપ કોટક , તીર્થ રાજુની , ચંદ્રકાંત લશ્કરી, રામ બાંભવા, જતીન અનડકટ, હરેશ રબારી યશવંત સંખાણી એ સાંજ સમાચારની મુલાકાત લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy