ભાવનગરના રોટરી રોયલના ઉપક્રમે જાણીતા ડો.પ્રદીપ જોશીનું વ્યાખ્યાન યોજાયું: દિલની કાળજી દિલથી

Local | Bhavnagar | 02 April, 2024 | 12:22 PM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.2
 

સમાજમાં ખાસ કરીને કોરોનાના સમય ગાળા પછી સડન હાર્ટ એટેકના કેસિસ ખૂબ વધ્યા છે. જે વ્યકિત હાલતો ચાલતો હોય કંઈ જ ન હોય અને ઓચિંતા સિવિયર એટેક આવવાના પ્રસંગો ખૂબ વધ્યા છે. ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 2853 ના હૃદયરોગથી તત્કાલિન મૃત્યુ થયા છે. ત્યારે ડો. પ્રદિપ જોશીનું કહેવું છે કે જો વ્યકિત પોતાના દૈનિક જીવનમાં કેટલીક કાળજી લે. ખાનપાન, રહેણીકહેણી વગેરેમાં કાળજી લે તો આ બાબતમાં ચોક્કસ પરિણામો પ્રાપ્ત થતા હોય છે.

અચાનક હાર્ટ એટેકટ આવવાના કારણો કયાં હોઈ શકે ? શું કાળજી લેવી ? શું જમવું ? આપણા દિલ / હૃદયની કાળજી દિલથી કેમ લઈ શકાય એ માટે વિસ્તૃત માર્ગદર્શન ભાવનગરના જાણીતા એમ. ડી. ડો. પ્રદિપભાઈ જોશી તા.03/04/2024 ને બુધવારે રાત્રે 08:30 કલાકે હોટેલ બેઝીલ પાર્ક વિકટોરીયા પાર્ક સામે યોજાનાર છે. રોટરી કલબ રોયલના પ્રેસિડન્ટ રો. મનહર રાઠોડ દ્વારા ભાવનગરની જનતાને વિશાળ સંખ્યામાં હાજર રહી આ ખૂબ જ મહત્વના સેશનમાં હાજરી આપવા જણાવાયુ છે. રોટરી કલબ રોયલ ભાવનગરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે સુદામાની જોળી, બાળકો માટે વેકસીનેશન સેન્ટર, રાહત દરનું ડેન્ટલ કલીનીક, ફ્રી ઓફ કોસ્ટ હોમિયોપેથીક કલીનીક વગેરે જેવી અનેક વિધ પ્રવૃત્તિઓ કરી રહી છે ઉપરાંત વિવિધ વિષયો પર નિષ્ણાંત લોકોના માર્ગદર્શન સેમિનારોનું આયોજન કરી અનેક સમાજ ઉપયોગી કાર્યો રોટરી કલબ રોયલ દ્વારા થતા હોય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj