ઈરાક, તા.15
ઈરાકમાં ઘણા શ્રીમંતો જંગલી જાનવરોને પાળવાનો શોખ ધરાવે છે, પણ 50 વર્ષના અકીલ ફખર અલ-દીનને ગયા ગુરુવારે તેના પાળેલા સિંહે જ મારી નાખ્યો હતો અને તેનું થોડુંક માંસ ખાઈ લીધું હતું.
અલ-દીનને વિદેશી પ્રાણીઓને પાળવાનો શોખ હતો. તેના ગાર્ડનમાં વિવિધ જાતનાં જંગલી પશુઓને પાળવામાં આવતાં હતાં. આ સિંહને પણ અલ-દીન એક મહિનાથી તેના અલ હસિનાત વિસ્તારમાં આવેલા બગીચામાં ઉછેરતો હતો.
તે સિંહના પાંજરામાં ગયો ત્યારે સિંહે અલ-દીન પર હુમલો કર્યો હતો, જેનાથી તેના ગળા અને છાતીમાં જીવલેણ ઈજાઓ થઈ હતી. પછી સિંહ અલ-દીનના શરીરનો થોડોક ભાગ ખાઈ ગયો હતો.
આ ઘટના નજરે જોયા બાદ પરિવારે મદદ માટે ચીસો પાડતાં પાડોશીઓ દોડી આવ્યા હતા અને સિંહ પર ગોળી છોડતાં તે મરી ગયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy