જંકશન પ્લોટનો લિસ્ટેડ બુટલેગર દિનેશ નીચાણી પાસામાં જેલમાં ધકેલાયો

Crime | Rajkot | 17 May, 2024 | 04:46 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.17
જંકશન પ્લોટનો લિસ્ટેડ બુટલેગર  દિનેશ નીચાણી પાસામાં અમદાવાદ જેલ હવાલે કરવાનો હુકમ પોલીસ કમિશ્નરે કરતાં ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી હતી. શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ બી.બી.બસીયાએ વિદેશી દારૂના ગુન્હાઓમા પકડાયેલ શખ્સો વિરૂધ્ધ અટકાયતી પગલા લેવા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલવા સુચના કરતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂના અનેક ગુનામાં સંડોવાયેલ દિનેશ રાજકુમાર નીચાણી (ઉ.વ.36  રહે.જંકશન પ્લોટ 5/12 નો ખુણો સોમનાથ એપાર્ટમેન્ટ બ્લોક નં.5) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલતાં પાસા દરખાસ્ત તૈયાર કરી આરોપીને  અમદાવાદ મધ્યથ જેલ હવાલે કરવાનો હુકમ કરતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને પકડી જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી હતી. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj